કોહલીનો એક ક્લાસ છે અને એથી જ તે મારો ફેવરિટ છે : જાવેદ મિયાંદાદ

22 March, 2020 01:48 PM IST  |  Mumbai Desk | Agencies

કોહલીનો એક ક્લાસ છે અને એથી જ તે મારો ફેવરિટ છે : જાવેદ મિયાંદાદ

વિરાટ કોહલી, જાવેદ મિયાંદાદ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર જાવેદ મિયાંદાદે તાજેતરમાં ક્રિકેટની વાત કરતાં કહ્યું હતું કે વિરાટ કોહલીનો એક ક્લાસ છે અને તે મારો ફેવરિટ ઇન્ડિયન ક્રિકેટર છે. તેઓ કોહલીથી ખૂબ જ ખુશ છે અને તેમનું માનવું છે કે તેણે જે પણ રેકૉર્ડ કર્યા છે એ તેના વિશે ઘણું બધું કહીં જાય છે. વિરાટ કોહલી અત્યાર સુધી ૮૬ ટેસ્ટ, ૨૪૮ વન-ડે અને ૮૨ ટી૨૦ મૅચ રમ્યો છે જેમાં તેણે અનુક્રમે ૭૨૪૦, ૧૧૮૬૭ અને ૨૭૯૪ રન બનાવ્યા છે. આ વિશે વિગતવાર વાત કરતાં મિયાંદાદે કહ્યું કે ‘મને જ્યારે પૂછવામાં આવ્યું કે મારો ફેવરિટ ક્રિકેટર કોણ છે તો મેં વિરાટ કોહલીનું નામ આપ્યું હતું. તેના વિશે વધુ કહેવાની જરૂર નથી, કારણ કે તેના આંકડા જ બધું કહી જાય છે. પબ્લિકે એ પણ આ વાત સ્વીકારવી રહી, કારણ કે તેઓ પણ આંકડા જોઈ શકે છે. સાઉથ આફ્રિકામાં વિરાટનો પર્ફોર્મન્સ દમદાર હતો. અનઈવન વિકેટ પર પણ તેણે સેન્ચુરી ફટકારી હતી. તમે એમ ન કહી શકો તે ફાસ્ટ બોલર, સ્પિનરો કે બાઉન્સી પિચ પર નથી રમી શકતો. તે એક પર્ફેક્ટ હિટર છે. તેના શૉટ જુઓ. વિરાટને રમતો જોવાનું મને ઘણું ગમે છે. તેનો એક ક્લાસ છે.’

sports sports news cricket news virat kohli