વિરાટના ઇન્સ્ટાગ્રામ પર 7 કરોડ ફૉલોવર્સ:સૌથી વધુ ફૉલો થતો ભારતીય ખેલાડી

28 July, 2020 02:45 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

વિરાટના ઇન્સ્ટાગ્રામ પર 7 કરોડ ફૉલોવર્સ:સૌથી વધુ ફૉલો થતો ભારતીય ખેલાડી

વિરાટ કોહલી (તસવીર સૌજન્ય-વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ)

ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket Team)ના કૅપ્ટન(Captain) વિરાટ કોહલી(Virat Kohli) ઇન્સ્ટાગ્રામ(Instagram) પર 7 કરોડ ફૉલોવર્સ(Followers) ધરાવનાર પહેલા ભારતીય(Indian) છે. તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનલ મેસી અને નેમાર પછી આ પ્લેટફૉર્મ પર સૌથી વધારે ફૉલો થનારા ચોથા ખેલાડી છે. તેમણે આ લિસ્ટમાં બાસ્કેટબૉસ ખેલાડી લેબ્રૉન જેમ્સ (6.90 કરોડ ફૉલોવર્સ)ને પાછળ મૂક્યા છે.

યુવેન્ટ્સના સ્ટ્રાઇકર રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર 23.2 કરોડ ફૉલોવર્સ છે. બીજા સ્થાને બર્સિલોનાના લિયોનલ મેસી છે. તેમના 16.1 કરોડ ફૉલોવર્સ છે, જ્યારે બ્રાઝીલિયન ફુટબૉલર નેમારને 14 કરોડ લોકો ઇન્સ્ટાગ્રામ પર ફૉલો કરે છે.

પ્રિયંકા ચોપડાના 5.5 કરોડ ફૉલોવર
કોહલી પછી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફૉલો થનારી ભારતીય પ્રિયંકા ચોપડા જોનાસ છે. તેને 5.5 કરોડ લોકો સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ફૉલો કરે છે. ત્રીજા સ્થાને શ્રદ્ધા કપૂર છે. તેમના 5.1 કરોડ ફૉલોવર્સ છે. કોહલી આ પ્લેટફૉર્મ પર સૌથી વધારે ફૉલો થનાર ટૉપ-10 ભારતીયોમાં એકમાત્ર ખેલાડી છે.

કોહલીએ લૉકડાઉનમાં એક સ્પૉન્સર્ડ પોસ્ટ દ્વારા 1.2 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
ભારતીય કૅપ્ટન ઇન્સ્ટાગ્રામ પર ફક્ત ફૉલોવર્સને મામલે જ નહીં, પણ કમાણીને મામલે પણ આગળ છે. કોહલી લૉકડાઉન દરમિયાન સ્પૉન્સર્ડ પોસ્ટ દ્વારા વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા એથલિટ્સની લિસ્ટમાં એકમાત્ર ક્રિકેટર હતા. અટેન મેગઝીને 12 માર્ચથી 14 મે વચ્ચે ખેલાડીઓની કમામીને લઈને રિપોર્ટ તૈયાર કરી હતી. આમાં કોહલીને એક પોસ્ટના એવરેજ 1,26,431 પૉન્ડ (લગભગ 1.2 કરોડ રૂપિયા)ની કમાણી થઈ.

કમાણીને મામલે વિરાટ છઠ્ઠા સ્થાને
તેમણે ઇન્સ્ટાગ્રામ પર ત્રણ સ્પૉન્સર્ડ પોસ્ટ દ્વારા 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી. ખેલાડીઓની લૉકડાઉન દરમિયાન કમાણી મામલે વિરાટ કોહલી છઠ્ઠા સ્થાને છે. પહેલા નંબર પર ફૂટબૉલર રોનાલ્ડો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પરથી 18 કરોડ રૂપિયાની કમાણી કરી.

રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર 23 કરોડથી વધારે ફૉલોવર્સ છે. તેમનાથી વધારે જો કોઇના ફૉલોવર્સ હોય તો તે માત્ર ઇન્સ્ટાગ્રામના પોતાના છે. આ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મને 35.7 કરોડ લોકો ફૉલો કરે છે.

ઇન્સ્ટાગ્રામ પરથી કમાણી મામલે રોનાલ્ડો પછી બાર્સિલોનાના સ્ટ્રાઇકર લિયોનલ મેસી છે. મેસીએ લૉકડાઉનમાં 4 પોસ્ટ દ્વારા 12,99,373 પૉન્ડ(લગભગ 12.3 કરોડ રૂપિયા)ની કમાણી કરી હતી. કમાણીના મામલે બ્રાઝીલિયન સ્ટાર જુનિયર નેમાર ત્રીજા સ્થાને છે. તેમણે 4 પોસ્ટ માટે 11,92,211 પૉન્ડ(લગભગ 11.4 કરોડ રૂપિયા) મળ્યા હતા.

virat kohli sports sports news cricket news instagram