બાળકોને ઘરે રમવાની અપીલ કરી કોહલીએ

16 May, 2020 01:13 PM IST  |  Mumbai Desk | Agencies

બાળકોને ઘરે રમવાની અપીલ કરી કોહલીએ

વિરાટ કોહલી

કોરોના વાઇરસને લીધે દેશવાસીઓના જીવનમાં અણધાર્યાં પરિવર્તન આવ્યાં છે જેમાંથી બાળકો પણ બાકાત નથી. વિરાટ કોહલીએ તાજેતરમાં બાળકોને ઘરે રમતાં રહેવાની અપીલ કરી છે. બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર અને ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ હૅશટૅગ પ્લે ઍટ હોમ કૅમ્પેન દ્વારા બાળકોને ઘરે સુરક્ષિત વાતાવરણમાં રહીને રમવાની સલાહ આપી છે. હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ ન્યુટટ્રિશન વિક્રમ બહલે કહ્યું કે ‘કોવિડ-19એ બાળકોની અને અન્ય લોકોની જીવનશૈલી બદલી નાખી છે. અમે પ્લે ઍટ હોમ કૅમ્પેન દ્વારા બાળકોને ઘરમાં સુરક્ષિત વાતાવરણમાં રમવા મળે એની પહેલ શરૂ કરી છે. અમને આશા છે કે આ ગેમથી તેઓ આવનારા દિવસમાં ફીલ્ડ પર સારું પ્રદર્શન કરી શકશે.

virat kohli sports news sports cricket news