કોહલી-અનુષ્કાનું ટેક અ બ્રેક સેશન સુપરહિટ

13 August, 2020 02:20 PM IST  |  Mumbai Desk | Agencies

કોહલી-અનુષ્કાનું ટેક અ બ્રેક સેશન સુપરહિટ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સોશ્યલ મીડિયા પર મસ્તી કરી રહ્યાં છે.

એક બાજુ ભારતીય પ્લેયરો આઇપીએલ માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સોશ્યલ મીડિયા પર મસ્તી કરી રહ્યાં છે. આ દંપતીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર ‘ટેક અ બ્રેક’ નામનું સેશન યોજ્યું હતું, જેનો વિડિયો ઘણો વાઇરલ થયો હતો. આ સેશનમાં કોહલીએ ક્રિકેટના કેટલાક સવાલ અનુષ્કાને કર્યા હતા, જ્યારે અનુષ્કાએ ફિલ્મોને લગતા કેટલાક સવાલ કોહલીને કર્યા હતા. સવાલોના જવાબ આપવામાં વિરાટ કોહલી ફેલ થયો હતો, જ્યારે અનુષ્કા બાજી મારી ગઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં વિરાટ કોહલીએ કહ્યું કે ‘ટેક અ બ્રેક.’ મસ્તી અને વાતચીતથી ભરપૂર આ ‘ટેક અ બ્રેક’ સેશનમાં કોણ બેસ્ટ છે એ તમે જોઈ લો. દોસ્તો, તમને આ જોઈને મજા આવશે અને તમે ધારી શકો છો કે વિનર કોણ છે. હું નથી.’

sports sports news cricket news