Ind vs Aus: ખરાબ રોશનીના કારણે રોકાયો મેચ, ઑસ્ટ્રેલિયા મુશ્કેલીમાં

14 February, 2019 03:03 PM IST  | 

Ind vs Aus: ખરાબ રોશનીના કારણે રોકાયો મેચ, ઑસ્ટ્રેલિયા મુશ્કેલીમાં

ચોથી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા મુશ્કેલીમાં

ઑસ્ટ્રેલિયાની ટીમ સિડની ટેસ્ટમાં મુશ્કેલીમાં જણાઈ રહી છે. ભારતના પહેલી ઈનિંગના 622 રનના વિશાળ સ્કોર સામે ઑસ્ટ્રેલિયાની ઈનિંગ 300 રન પર સમેટાઈ ગઈ અને ભારતને 322 રનની લીડ મળી છે.

ખરાબ રોશની અને વરસાદના કારણે ત્રીજા દિવસની રમત જલ્દી પૂરી કરવી પડી. ભારતે બીજા દિવસે સાત વિકેટના નુકસાને 622 રન બનાવી દાવ ડીક્લેર કર્યો હતો. જે બાદ ઑસ્ટ્રેલિયાની પારી 300 રનમાં સમેટાઈ જતા તે ફૉલોએન થયું અને દિવસ ખતમ સુધીમાં ઑસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગમાં વિના વિકેટે 6 રન બનાવ્યા છે.

ઑસ્ટ્રેલિયાએ દિવસની શરૂઆત કોઈ નુકસાન વગર 24 રનો સાથે કરી હતી. દિવસના પહેલા સત્રમાં જ ઑસ્ટ્રેલિયાના બેટ્સમેન વિકેટ પર ટકી શક્યા. પહેલા સત્રમાં યજમાન ટીમે માત્ર એક જ વિકેટ ગુમાવી હતી.

આ પણ વાંચોઃ Pro kabaddi: બેંગ્લોર બન્યું નવું કબડ્ડી ચૅમ્પિયન


જો કે બીજા સત્રમાં ભારતીય બૉલર્સે જોરદાર પ્રદર્શન કર્યું અને ટી સુધી ઑસ્ટ્રેલિયાનો સ્કૉર પાંચ વિકેટે 198 રન થયો. આ સત્રમાં ઑસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન માર્કસ હેરિસે બનાવ્યા. જે સૌથી વધુ 79  રન બનાવી આઉટ થયા. તેમની ઈનિંગ અંત જાડેજાએ બોલ્ડ કરીને લાવ્યો. જે બાદ ઑસ્ટ્રેલિયાના બેટ્સમેન ન ટકી શક્યા અને 300 રન પર તેની પારી સમેટાઈ  ગઈ.

ભારત તરફથી કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી જ્યારે જાડેજા અને શમીએ બે જ્યારે બુમરાહે એક વિકેટ લીધી છે.

border-gavaskar trophy sydney team india australia cricket news sports news