જાણો ભારતની સૌથી મોટી ક્રિકેટ ક્લબ વિશે જેના મુળ ગુજરાતમાં છે

20 February, 2019 03:40 PM IST  |  લંડન | વિકાસ કલાલ

જાણો ભારતની સૌથી મોટી ક્રિકેટ ક્લબ વિશે જેના મુળ ગુજરાતમાં છે

હંંમેશા ભારતીય ટીમને ચીઅર કરતી જોવા મળે છે ધ ભારત આર્મી

કહેવાય છે કે ક્રિકેટ એ ભારતમાં બીજો ધર્મ છે. ભારતીયો અને ક્રિકેટપ્રેમીઓ ક્રિકેટ માટે કઇ પણ કરી શકે છે. આજે આપણે તમને એવા ક્રિકેટ પ્રેમી અને ક્રિકેટ ક્લબની વાકેફ કરાવવા જઇ રહ્યા છે કે જે ભારત જ નહી પરંતુ વિશ્વભરમાં જાણીતું છે. ભારતીય ટીમના ટ્રાવેલ પાર્ટનર અને દુનિયાના કોઈ પણ છેડે મેચ હોય આ ટીમ હમેશાં ભારતીય ટીમને ચીઅર કરતા જોવા મળે છે. આ કોમ્યુનિટીએ છેલ્લા 20 વર્ષોથી ભારતીય ટીમને દુનિયાના કોઈ પણ છેડે એકલા છોડી નથી અને તેમને ફોલો કરે છે. આ કોમ્યુનિટી એટલે 'ધ ભારત આર્મી'. ICCના ટ્રાવેલ પાર્ટનર અને મોટા ફેન ક્લબમાનું એક એટલે ભારત આર્મી. લંડન સ્થિત આ ક્લબના મેમ્બર દુનિયાના ઘણા દેશોમાં રહેલા છે જે મેદાનની અંદર ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા સ્ટેડિયમમાં હાજર રહે છે અને આ જ ભારત આર્મીના 8,000 મેમ્બર ઈંગલેન્ડ વર્લ્ડ કપમાં ભારતનો ઉત્સાહ વધારવા પહોંચી રહ્યાં છે.

ક્યારથી થઇ “ધ ભારત આર્મી”ની શરૂઆત...!
ભારત આર્મીની શરુઆત 1999માં ભારતની પાકિસ્તાન સામેની મેચ સાથે થઈ હતી. 4 સભ્યોથી શરુઆત થયેલ આ ક્લબમા અત્યારે 30,000 જેટલા મેમ્બર્સ છે. ભારત આર્મીનો ધ્યેય દુનિયાના કોઈપણ ખૂણામાં ભારતીય ટીમને ચીઅર કરવાનો છે. છેલ્લા 20 વર્ષોથી ભારત આર્મી ક્રિકેટને ફોલો કરી રહી છે. આ આર્મીનો ઉદ્દેશ હમેશા ભારતીય સાથે રહેવાનો છે આ ઉપરાંત ભારત આર્મી ફાઉન્ડેશન દ્વારા અસહાય બાળકોને ભારતમાં ઈજ્યુકેશન અને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં મદદ કરવાનો છે.

તમે પણ જોડાઇ શકો છો આ ક્રિકેટ ક્લબમાં
જો તમે પાક્કા ક્રિકેટ ફેન્સ છો તો ભારત આર્મીમાં વિના મૂલ્યે મેમ્બરશિપ મેળવી શકો છો. આ ક્લબમાં જોડાવા કોઈ પણ ફી રાખવામાં આવી નથી. ભારત આર્મી છેલ્લા 20 વર્ષોમાં 22થી વધુ દેશોમાં ફેલાઈ છે જે ભારતીય ટીમને સપોર્ટ કરી રહ્યાં છે. હાલમાં જ ભારત આર્મી 1983થી અત્યાર સુધીના વર્લ્ડ કપની યાદોને લઈને એક બુક બનાવી રહી છે. આ બુક કઈક ખાસ છે કારણકે આ સંપૂર્ણ બુક કોમિકના ફોર્મેટમાં રહેશે.

ભારત આર્મી હવે ક્રિકેટ સાથે સાથે અન્ય સ્પોર્ટ્સમાં પણ ભારતના પ્લેયર્સને સપોર્ટ કરે છે . એશિયા ફૂટબોલમાં પણ ભારત આર્મી ભારતીય પ્લેયર્સને પ્રમોટ કરતા જોવા મળ્યા હતા. ભારત આર્મી ક્રિકેટ સાથે અન્ય સ્પોર્ટ્સ જે હાલ ભારતમાં પ્રખ્યાત નથી તેને સપોર્ટ કરવાનું અને તેને આગળ વધારવા માટે કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ વર્લ્ડ કપ પહેલા ધ ભારત આર્મી લોન્ચ કરશે ક્રિકેટ કોમિક બુક “ધ વિક્ટરી લેપ”

ભારત આર્મીના ફાઉન્ડરનું છે ગુજરાત કનેક્શન
ભારત આર્મીના ફાઉન્ડર રાકેશ પટેલ મૂળ ગુજરાતી છે. તેમણે 1999માં આ ક્લબની શરુઆત કરી હતી અને આજે આ ક્લબની સંખ્યા 30,000 જેટલા મેમ્બર્સ સુધી પહોંચી છે. રાકેશ પટેલ એક PLC કંપનીમાં છેલ્લા 16 વર્ષથી જોબ કરી રહ્યાં છે. અને છેલ્લા 20 વર્ષથી ભારત આર્મીને ક્લબ સાથે પણ જોડાયેલા છે.

cricket news virat kohli mahendra singh dhoni