Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ કપ પહેલા ભારત આર્મી લોન્ચ કરશે ક્રિકેટ કોમિક બુક “ધ વિક્ટરી લેપ”

વર્લ્ડ કપ પહેલા ભારત આર્મી લોન્ચ કરશે ક્રિકેટ કોમિક બુક “ધ વિક્ટરી લેપ”

20 February, 2019 06:58 PM IST | લંડન
વિકાસ કલાલ

વર્લ્ડ કપ પહેલા ભારત આર્મી લોન્ચ કરશે ક્રિકેટ કોમિક બુક “ધ વિક્ટરી લેપ”

વર્લ્ડ કપની યાદો તાજી કરાવશે આ કોમિક બુક(તસવીર સૌજન્યઃ ધ ભારત આર્મી)

વર્લ્ડ કપની યાદો તાજી કરાવશે આ કોમિક બુક(તસવીર સૌજન્યઃ ધ ભારત આર્મી)


ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવાના હવે 100 દિવસ બાકી છે. ક્રિકેટરોની સાથે ક્રિકેટ પ્રેમીઓ પણ વર્લ્ડ કપને યાદગાર બનાવવા માટેની તૈયારીઓમાં લાગી ગયા છે. ઇંગ્લેન્ડમાં આ વર્ષે થનારા વર્લ્ડ કપ માટે ભારતને ફેવરીટ ટીમ માનવામાં આવી રહી છે ત્યારે ભારતની સૌથી મોટી અને વિશ્વ કક્ષાએ પ્રખ્યાત ક્રિકેટ ફેન ક્લબ એટલે ધ ભારત આર્મી ફેન ક્લબ એક ભેટ ક્રિકેટ જગતને આપવા જઈ રહ્યું છે. ધ ભારત આર્મી ક્રિકેટ કલ્બ વર્લ્ડ કપ 1983થી અત્યાર સુધીની યાદગાર પળોને ભેગી કરીને એક બુક બનાવી રહ્યાં છે. શું છે આ બુકમાં તેના પર એક નજર કરીએ.

શું છે આ ક્રિકેટ બુકમાં...?
ભારત અને ઈંગલેન્ડ સહીત વિશ્વભરમાં ફેલાયેલી ધ ભારત આર્મી આ બુક તૈયાર કરાવી રહી છે. મહત્વની વાત એ છે કે આ બુક નહી પણ એક કોમિક બુક છે. જોકે હાલ આ બુકની લોન્ચ તારીખ જાહેર કરવામાં નથી આવી. પરંતુ વર્લ્ડ કપ પહેલા જ આ કોમિક બુકને લોન્ચ કરી દેવામાં આવશે. આમ તમે વર્લ્ડ કપની યાદગાર પળોને માણી શકશો એ પણ કોમિકના ફોર્મેટમાં. વર્લ્ડ કપ પહેલા ભારત આર્મી અત્યાર સુધીની વર્લ્ડકપની યાદોને તાજા કરાવશે.

the bharat armyધ ભારત આર્મીએ તૈયાર કરી છે કોમિક બુક(તસવીર સૌજન્યઃ ધ ભારત આર્મી)



જાણો શું છે આ ક્રિકેટ કોમિક બુકનું નામ...!
'ધ વિક્ટરી લેપ' નામની આ કોમિક બુક હાલ અંગ્રેજીમાં તૈયાર થઈ રહી છે ત્યારબાદ તેનો હિન્દીમાં પણ અનુવાદ કરવામાં આવશે. જો તમે ભારત આર્મીના મેમ્બર છો તો તમને ભારત આર્મી તરફથી બુક મળશે. આ સિવાય તમે ઈન્ટરનેટ પરથી આ બુકનો ઓર્ડર પણ આપી શકશો.

“ધ વિક્ટરી લેપ” માં શું હશે ખાસ..!
ભારત આર્મી ફેન ક્લબની શરુઆત કરનારા રાકેશ પટેલે આ વિશે જણાવ્યું હતું કે, વર્લ્ડ કપ પહેલા ક્રિકેટ ફેન્સને ભારત આર્મી તરફથી કોમિક બુકના ફોર્મેટમાં પબ્લિશ કરવામાં આવી રહી છે. આ કોમિક બુકમાં ભારચતીય ટીમના વર્લ્ડ કપ અનુભવો ખાસ કરીને 1983 અને 2011 વર્લ્ડ કપની જીત અને બીજી ઘણી બધી યાદગાર પળોને ભેગી કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ જાણો ભારતની સૌથી મોટી ક્રિકેટ ક્લબ “ધ ભારત આર્મી” વિશે જેના મુળ ગુજરાતમાં છે

ક્લબના 8000થી વધુ મેમ્બરો વર્લ્ડકપમાં ભારતને ચીઅર કરશે


the bharat armyભારત આર્મી વર્લ્ડ કપમાં વધારશે ભારતીય ટીમનો ઉત્સાહ(તસવીર સૌજન્યઃ ધ ભારત આર્મી)

ભારત આર્મી ફેન ક્લબની શરૂઆત 1999થી ભારત પાકિસ્તાન મેચથી થઈ હતી અને ત્યારથી અત્યાર સુધી વર્લ્ડ વાઈડ લાખોમાં તેના ફેન્સ છે. વર્લ્ડ કપ 2019માં દુનિયાભરમાંથી ભારત આર્મીના 8000 જેટલા ફેન્સ ટીમ ઈન્ડિયાને ચીઅર કરવા ઈંગ્લેન્ડ જઈ રહ્યાં છે. આ ફેન્સમાં 22 જેટલા દેશના લોકો જોડાશે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2019 06:58 PM IST | લંડન | વિકાસ કલાલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK