ઇંગ્લૅન્ડ સામે આઇપીએલના પ્રદર્શનને જાળવી રાખીશ: રબાડાને છે આશા

02 December, 2020 01:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ સામે આઇપીએલના પ્રદર્શનને જાળવી રાખીશ: રબાડાને છે આશા

કૅગિસો રબાડા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પર્પલ કૅપ પોતાના નામે કરનાર સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ આશા વ્યક્ત કરી છે કે ઇંગ્લૅન્ડ સામેના પ્રવાસમાં તે પોતાનું આઇપીએલનું ફૉર્મ જાળવી રાખશે. આઇપીએલમાં રબાડાએ ૩૦ વિકેટ લીધી હતી.

રબાડાએ કહ્યું કે ‘ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ ઘણી રસપ્રદ છે. આશા રાખું છું કે મારી ટીમ માટે હું મારું આઇપીએલનું ફૉર્મ જાળવી રાખી શકીશ. આઇપીએલમાં સારા પ્રદર્શન બાદ ટીમ સારા લયમાં છે અને અમારા પેસર પણ સારું કામ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. જોસ બટલર, બેરસ્ટો, બેન સ્ટોક્સ અને ઇઓન મૉર્ગન આઇપીએલ બાદ સારા લયમાં આવી ગયા છે અને તેમની સામે રમવું અમારે માટે પણ એક સારો પડકાર છે.’

સામા પક્ષે પોતાના દેશ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવા મળી રહ્યું હોવાને લીધે સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ક્વિન્ટન ડિકૉક ઘણો ખુશ છે. તાજેતરમાં ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ રમાઈ રહી છે. ઇંગ્લૅન્ડે બે મૅચ જીતીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે, જ્યારે રબાડા બે મૅચમાં માત્ર એક જ વિકેટ લઈ શક્યો છે. ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ બાદ બન્ને દેશો વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાશે.

sports sports news cricket news england south africa kagiso rabada