પંતને ધોની સાથે સરખાવીને તેના પર પ્રેશર ન નાખવું જોઈએ : કપિલ દેવ

04 April, 2019 12:38 PM IST  |  મુંબઈ

પંતને ધોની સાથે સરખાવીને તેના પર પ્રેશર ન નાખવું જોઈએ : કપિલ દેવ

કપિલ દેવ (ફાઈલ ફોટો)

ભારતના પહેલા વર્લ્ડ કપ કપ વિનિંગ કૅપ્ટન કપિલ દેવ નિખંજ એમ માને છે કે રિષભ પંત ટૅલન્ટેડ ક્રિકેટર છે, પણ તેને મહાન મહેન્દ્ર સિંહ ધોની સાથે સરખાવી ન શકાય. ભારતની ટેસ્ટ ટીમનો ફસ્ર્ટ-ચૉઇસ વિકેટકીપર રિષભ પંત વર્લ્ડ કપની ટીમમાં આવવા સ્ટ્રગલ કરી રહ્યો છે. ભારતની વલ્ર્ડ કપ ટીમની જાહેરાત આ મહિનાના અંતે કરવામાં આવશે. કપિલ દેવે એક પ્રમોશનલ ઇવેન્ટમાં કહ્યું ‘ધોની સાથે કોઈને સરખાવી ન શકાય. ધોની જેવા ખેલાડીને કોઈ ક્યારેય રિપ્લેસ નહીં કરી શકે. રિષભ પંત ટૅલન્ટેડ ક્રિકેટર છે અને તેને ધોની સાથે સરખાવીને તેના પર પ્રેશર ન નાખવું જોઈએ. પંતનો સમય પણ ચોક્કસ આવશે.’

આ પણ વાંચોઃ કપિલ દેવઃ પત્ની રોમી સાથેની કેટલીક યાદગાર તસવીરો

કપિલ દેવે ખેલાડીઓના વર્કલોડ મૅનેજમેન્ટ વિશે કહ્યું હતું કે ‘વર્કલોડ મૅનેજમેન્ટને શા માટે મોટો ઇશ્યુ બનાવવામાં આવે છે? વર્કલોડ મૅનેજમેન્ટ મતલબ ક્યા? મેહનત કરના હી ના, ક્યા આપ મેહનત ભી નહીં કરોગે? વલ્ર્ડ કપ જીતવો એ કંઈ દુકાનમાંથી મીઠાઈ ખરીદવા જેટલું સરળ નથી. આ એક મિશન છે. આ સમયે હું ટીકાકાર બનવા કરતાં ટીમની સ્ટ્રેન્ગ્થ પર ફોકસ કરવાનું કહીશ. મને આશા છે કે આપણી સિલેક્શન કમિટીએ સાચા ખેલાડીઓને સિલેક્ટ કર્યા છે, હવે ખેલાડીઓએ પફોર્ર્મ કરવાનું છે.’

cricket news kapil dev sports news mahendra singh dhoni