કપિલ દેવ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

25 October, 2020 06:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કપિલ દેવ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

ફાઈલ ફોટો

ક્રિકેટર અને ભારત માટે પ્રથમ વિશ્વકપ અપાવનારા કેપ્ટન કપિલ દેવને રવિવારના રોજ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. બે દિવસ પહેલા તેમને હ્દયનો હુમલો આવતા તેમની એંજ્યોપ્લાસ્ટી થઈ હતી.

ગુરૂવારે તેમને છાતીમાં દુખાવો થતાં ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઈંસ્ટીટ્યૂટના ઈમરજન્સી વિભાગમાં ભરતી કરાવ્યા હતા. તેઓ હવે સ્વસ્થ છે.

હોસ્પિટલ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયુ છે કે, કપિલ દેવને આજે બપોરે બે વાગ્યો રજા આપી દેવામાં આવી છે. તેઓ સારી સ્થિતીમાં છે. તઓ જલ્દીથી પોતાનું રૂટીન કામ કરી શકશે. ડો. અતુલ માથુર સતત તેમના સંપર્કમાં છે.

કપિલ દેવ હાલમાં ચાલી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020માં ક્રિકેટ અંગેના પોતાના વિચારો રજૂ કરવામાં ખૂબ સક્રિય છે. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન ડાયાબિટીઝથી સંબંધિત બીમારીઓથી પણ પીડાય છે.

kapil dev cricket news