ઇંગ્લૅન્ડની સિરીઝ પહેલાં જ સાઉથ આફ્રિકન પ્લેયર કોરોના-પૉઝિટિવ

20 November, 2020 01:49 PM IST  |  Johannesburg | IANS

ઇંગ્લૅન્ડની સિરીઝ પહેલાં જ સાઉથ આફ્રિકન પ્લેયર કોરોના-પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની લિમિટેડ ઓવરની સિરીઝ પહેલાં એક સાઉથ આફ્રિકન પ્લેયર કોરોના-પૉઝિટિવ હોવાના સમાચાર આવ્યા છે જેનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. આ પ્લેયર સાથે નજીકના સંબંધ રાખનાર અન્ય બે પ્લેયર્સને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકાને લીધે આઇસોલેટ કરવામાં આવ્યા છે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ જણાવ્યું કે ‘કેપ ટાઉનમાં આ પ્લેયર્સને આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે અને ક્રિકેટ સાઉથ આફ્રિકાની મેડિકલ ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. એક પ્લેયર કોરોના-પૉઝિટિવ થયો છે જ્યારે અન્ય બે પ્લેયરનો તેની સાથે નજીકનો સંબંધ હોવાથી તેમને પણ કોરોના થવાનું જોખમ દેખાઈ રહ્યું હોવાને લીધે કોવિડ-19 પ્રોટોકૉલ હેઠળ કેપ ટાઉનમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. અન્ય પ્લેયરમાં કોરોનાનાં લક્ષણ નથી છતાં ક્રિકેટ સાઉથ આફ્રિકાની મેડિકલ ટીમ તેમનું ધ્યાન રાખી રહી છે. આ તબક્કે ટૂરમાંથી કોઈ પણ પ્લેયરનું રિપ્લેસમેન્ટ કરી શકાય એમ નથી, પણ બે રિપ્લેસમેન્ટ પ્લેયરનો ટીમની સ્ક્વૉડમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેથી તેઓ ટીમની ઇનર સ્ક્વૉડ પ્રૅક્ટિસ મૅચ રમી શકે.’
સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ ટી૨૦ અને ત્રણ વન-ડે મૅચ રમાશે.

england south africa coronavirus