12 August, 2025 10:28 AM IST | London | Gujarati Mid-day Correspondent
જૉસ બટલર અને તેના પિતા
ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટર જૉસ બટલરે ગઈ કાલે વર્ષ ૨૦૧૯ની વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી અને પપ્પા સાથેનો ફોટો શૅર કરીને લખ્યું કે ‘રેસ્ટ ઇન પીસ (RIP) પપ્પા, દરેક વસ્તુ માટે આભાર.’
અહેવાલ અનુસાર ૩૩ વર્ષના આ પ્લેયરે અઠવાડિયા પહેલાં પોતાના પપ્પાને ગુમાવ્યા હતા. એમ છતાં તેણે ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં મૅન્ચેસ્ટર ઓરિજિનલ્સ માટે રમવાનું ચાલુ રાખ્યું છે.