ક્રિકેટ ઇતિહાસમાં જોસ બટલરે બનાવ્યો અનોખો રેકોર્ડ

12 May, 2019 07:11 PM IST  | 

ક્રિકેટ ઇતિહાસમાં જોસ બટલરે બનાવ્યો અનોખો રેકોર્ડ

35 ઓવર બાદ બેટીંગમાં આવ્યો અને સદી ફટકારી

30મેથી ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો છે ત્યારે ઈંગ્લેન્ડને આ વર્ષે વર્લ્ડ કપ જીતવા માટે ફેવરીટ માનવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડના પ્લેયર જોસ બટલરે સાબિત કર્યું હતું કે કેમ તેમની ટીમને ફેવરીટ ગણવામાં આવી રહી છે. જોસ બટલરે પાકિસ્તાન સામે રમાયેલી વન-ડેમાં અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ કારનામું આ પહેલા એક જ વાર થયું છે. જોસ બટલર એવો ક્રિકેટરની યાદીમાં જોડાઈ ગયો છે જેણે મેચની 35 ઓવર બાદ ઈનિંગ રમવાની ચાલુ કરી હોય અને સેન્ચુરી ફટકારી હોય.

પાકિસ્તાન સામે બટલરે 55 બોલમાં 110 રનની તોફાની ઇનીંગ રમી

જોસ બટલર આઈપીએલમાં રાજસ્થાન તરફથી રમી રહ્યા હતા. જ્યા તેમનું ફોર્મ વિષ્ફોટક જોવા મળ્યું હતું. બટલરે આ ફોર્મ જાળવી રાખતા પાકિસ્તાન સામેની વન-ડેમાં માત્ર 55 બોલમાં 110 રન બનાવ્યા હતા. આ સેન્ચુરી એટલા માટે ખાસ છે કે, બટલર જ્યારે રમવા આવ્યો ત્યારે 35 ઓવર પૂરી થઈ ચૂકી હતી અને ટીમનો સ્કોર 211 રન હતો. જોસ બટલરે તોફાની બેટિંગ રમતા આ સ્કોરને 373 રનને પાર કર્યો હતો. 

આ પણ વાંચો: IPL 2019: ચેન્નઈ-મુંબઈ વચ્ચે ટાઈટલના 'ચોગ્ગા' માટે ટક્કર

35 ઓવર બાદ બેટીંગમાં આવ્યો અને સદી ફટકારી

બટલર વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન છે જેણે 35 ઓવર પછી બેટિંગ કરવા આવતા સેન્ચુરી ફટકારી છે આ પહેલા માત્ર એબી ડિવિલિયર્સ આ કારનામુ કરી શક્યો છે. એબીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમતા માત્ર 44 બોલમાં 149 રન બનાવ્યા હતા. જોસ બટલરે 33 બોલમાં 50 રન બનાવ્યા હતા જ્યારે 50 બોલમાં સિક્સર સાથે સેન્ચુરી પૂરી કરી હતી.

cricket news england