IPL 2019: ચેન્નઈ-મુંબઈ વચ્ચે ટાઈટલના 'ચોગ્ગા' માટે ટક્કર

May 12, 2019, 11:42 IST

જે મુકાબલાની ફૅન્સમાં આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ આઇપીએલ સીઝન-૧૨ની હાઈ-વૉલ્ટેજ ફાઇનલ મૅચ આજે મુંબઈ અને ચેન્નઈ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

IPL 2019: ચેન્નઈ-મુંબઈ વચ્ચે ટાઈટલના 'ચોગ્ગા' માટે ટક્કર
હૈદરાબાદમાં રાહિત-ધોની વચ્ચે ટક્કર

જે મુકાબલાની ફૅન્સમાં આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ આઇપીએલ સીઝન-૧૨ની હાઈ-વૉલ્ટેજ ફાઇનલ મૅચ આજે મુંબઈ અને ચેન્નઈ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બીજી ક્વૉલિફાયર મૅચમાં ચેન્નઈએ દિલ્હીને આસાનીથી 6 વિકેટથી હરાવીને આઇપીએલની 10 સીઝનમાંથી હાઇએસ્ટ 8મી વખત ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. ચેન્નઈના ઓપનરો શેન વૉટસન અને ફૅફ ડુ પ્લેસીએ 50-50 રન ફટકારીને દિલ્હી સામે જીત મેળવી હતી અને ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી એ પહેલાં પહેલી ક્વૉલિફાયર મૅચમાં મુંબઈએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સામે 132 રનનો ટાર્ગેટ 6 વિકેટથી ચેઝ કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે આ સીઝનમાં ચેન્નઈને લીગ સ્ટેજમાં 2 વાર અને મંગળવારે પહેલી ક્વૉલિફાયરમાં કુલ ત્રણ વખત હરાવ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે એક જ સિરીઝમાં મુંબઈએ ચેન્નઈને ત્રણ વાર હરાવ્યું હોય. 2013 અને 2015માં પણ મુંબઈએ સીઝનની શરૂઆતમાં ચેન્નઈની ટીમને હરાવી હતી

આ પણ વાંચો: જાણો કેમ કહેવાય છે DRS એટલે ધોની રિવ્યૂ સિસ્ટમ

લીગ સ્ટેજની એક મૅચમાં ચેન્નઈની ટીમે ફક્ત 28 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નૉટઆઉટ ફિફ્ટી ફટકારી હતી. આમ તો મેચમાં ચેન્નઈને હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ ચેન્નઈ માટે તેના મિડલ ઓર્ડરલનું ટ્રેક પર પરત ફરવુ જરુરી છે. આ પહેલા મુંબઈ 2013 અને 2015નું ટાઈટલ જીતી હતી જેની ફાઈનલ પણ ચેન્નઈ સામે જ રમાઈ હતી જોવાનું રહેશે કે કઈ ટીમ આજે જીતીને ટાઈટલનો ચોગ્ગો ફટકારે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK