મૅન્ચેસ્ટરમાં ક્વૉરન્ટીન દરમ્યાન થયેલા રંગભેદ વિશે વાત કરી આર્ચરે

23 July, 2020 04:30 PM IST  |  Manchester | Agencies

મૅન્ચેસ્ટરમાં ક્વૉરન્ટીન દરમ્યાન થયેલા રંગભેદ વિશે વાત કરી આર્ચરે

જોફ્રા આર્ચર

ઇંગ્લૅન્ડ ટીમના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે તાજેતરમાં તેની સાથે મૅન્ચેસ્ટરમાં ક્વૉરન્ટીન દરમ્યાન થયેલા રંગભેદની ઘટના જણાવી હતી. નિયમોના ઉલ્લંઘન વિરુદ્ધ તે બીજી ટેસ્ટ મૅચ નહોતો રમી શક્યો. પોતાની સાથે થયેલી જાતિવાદની ઘટના જણાવતાં જોફ્રાએ કહ્યું કે ‘છેલ્લા કેટલાક દિવસથી મને સોશ્યલ મીડિયા પર મ્યુટ અને અનફૉલોવ્ડ કરી દેવામાં આ‍વ્યો છે. હું હવે ત્યાં પાછો નહીં જાઉં. મને ત્યાં નકામો ઘોંઘાટ સંભળાયા કરે છે. છેલ્લા કેટલાક દિવસથી ઇન્સ્ટાગ્રામ પર મારી સાથે રંગભેદની ઘટના ઘટી રહી છે. મને ગાળો આપવામાં આવી રહી છે. જ્યારથી ફુટબોલર વિલ્ડફ્રાય્ડ ઝાહાને ૧૨ વર્ષના એક છોકરાએ ઑનલાઇન ગાળો સંભળાવી ત્યારથી મેં એક લાઇન બનાવી લીધી અને એ લાઇન ક્રૉસ કરવાની હું કોઈને અનુમતી નથી આપતો. મેં મારી ફરિયાદ ઈસીબીને કરી દીધી છે. મારા સ્વાસ્થ્ય સંબંધે મેં ડૉક્ટર અને સ્ટોક્સ સાથે પણ વાત કરી હતી

england sports news cricket news test cricket manchester