વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મિસ કરી શકે છે જો રૂટ

04 June, 2020 11:20 AM IST  |  London | Agencies

વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મિસ કરી શકે છે જો રૂટ

જો રૂટ પત્ની સાથે

ઇંગ્લૅન્ડનો કૅપ્ટન જો રૂટ વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મૅચને મિસ કરે એવા ચાન્સ લાગી રહ્યા છે. જો રૂટની પત્ની કેરી જુલાઈના પહેલા અઠવાડિયામાં બીજા બાળકને જન્મ આપવાની છે. વેસ્ટ ઇન્ડીઝ સાથેની પહેલી ટેસ્ટ મૅચ ઇંગ્લૅન્ડ આઠ જુલાઈથી રમશે. આથી જો રૂટ આ ટેસ્ટ મૅચ કદાચ નહીં રમે. કૅપ્ટન બન્યા બાદ પહેલી ટેસ્ટ મૅચ હશે જે તે મિસ કરશે. આ વિશે જો રૂટે કહ્યું હતું કે ‘મેડિકલ ટીમ સાથે આ વિશે ચર્ચા ચાલી રહી છે. આ માટે સરકાર સાથે પણ હજી વાતચીત ચાલી રહી છે. હજી નક્કી નથી. અમારે પ્રોટોકૉલને ફૉલો કરવો પડશે. જો એવું થયું તો બેન સ્ટોક કૅપ્ટન્સી કરશે અને તે અદ્ભુત રહેશે.’

england joe root cricket news sports news west indies