બર્ન્સ ટેસ્ટ સિરીઝમાં ઝીરો અને બિગ બૅશમાં હીરો

06 January, 2021 04:57 PM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

બર્ન્સ ટેસ્ટ સિરીઝમાં ઝીરો અને બિગ બૅશમાં હીરો

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ બન્ને ટેસ્ટમાં ફેલ જતાં હકાલપટ્ટી કરવામાં આવી હતી, પણ ટી૨૦ ટુર્નામેન્ટની પહેલી મૅચમાં ૩૮ બૉલમાં બાવન રન ફટકારીને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. ભારત સામેની બન્ને ટેસ્ટમાં ડેવિડ વૉર્નરની ગેરહાજરીમાં મળેલી તકનો લાભ જૉ બર્ન્સ નહોતો ઉઠાવી શક્યો અને ચાર ઇનિંગ્સમાં એક હાફ સેન્ચુરી સાથે ફક્ત ૬૩ રન બનાવી શક્યો હતો. નબળા પર્ફોર્મન્સ અને વૉર્નર પાછો આવી જતાં બર્ન્સને ટીમ મૅનેજમેનન્ટે બહારનો રસ્તો બતાવી દીધો હતો. બર્ન્સે તેની આ હકાલપટ્ટીનો ગુસ્સો ટી૨૦ લીગ બિગ બૅશમાં ઉતાર્યો હતો. બિગ બૅશની ૨૮મી મૅચમાં સિડની થન્ડર્સ સામે બ્રિસ્બેન હિટ વતી રમતાં બે સિક્સર અને પાંચ ફોર સાથે બાવન રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમતાં ટીમને પાંચ બૉલ બાકી રાખીને જીત અપાવી હતી. સિડનીએ આપેલો ૧૭૫ રનનો ટાર્ગેટ બ્રિસ્બેને ૧૯.૧ ઓવરમાં મેળવી લીધો હતી. બર્ન્સની મૅચ વિનિંગ હાફ સેન્ચુરી બદલ તેને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

sports sports news