જિમી નીશામ બર્ગર માટે થઈ રહ્યો છે તલપાપડ

10 April, 2020 06:56 PM IST  |  Mumbai Desk

જિમી નીશામ બર્ગર માટે થઈ રહ્યો છે તલપાપડ

ન્યુ ઝીલૅન્ડનો ઑલરાઉન્ડર જિમી નીશામ પોતાની ક્રિકેટ-સેન્સ સાથે સોશ્યલ મીડિયાની મસ્તી માટે પણ જાણીતો છે. હાલમાં લૉકડાઉનના સમયમાં તે ગેમ માટે નહીં, પણ ફ્રાઇડ ચિકન બર્ગર માટે તલસી રહ્યો છે. આ વાત જણાવતાં ટ્વિટર પર નીશામે લખ્યું, ‘આવા સમયમાં તમને ખબર પડે છે કે કોઈ તમને કેટલી અસર પાડી શકે છે. એ બધું એક જ પરિપ્રેશ્યમાં હોય છે. શીટ યાર, ફ્રાઇડ ચિકન બર્ગર ખાવાનું બહુ મન થઈ રહ્યું છે.’

sports cricket news sports news