વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૧૦૦ મૅચ રમનાર યંગેસ્ટ પ્લેયર બની જેમિમા રૉડ્રિગ્સ

29 July, 2024 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે ૨૩ વર્ષ ૩૨૭ દિવસની ઉંમરે ૧૦૦મી મૅચ રમી છે

જેમિમા રૉડ્રિગ્સ

વિમેન્સ T20 એશિયા કપ ૨૦૨૪ની ફાઇનલમાં ઊતરતાંની સાથે જ જેમિમા રૉડ્રિગ્સ T20 ઇન્ટરનૅશનલમાં ૧૦૦ મૅચ રમનારી ચોથી ભારતીય બની હતી. આ સાથે જ તે ૧૦૦ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમનાર યંગેસ્ટ ખેલાડી બની ગઈ હતી. તે ૨૩ વર્ષ ૩૨૭ દિવસની ઉંમરે ૧૦૦મી મૅચ રમી છે અને તેણે વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના (૨૬ વર્ષ ૮૩ દિવસ)ના રેકૉર્ડને પાછળ છોડીને આ રેકૉર્ડ પોતાને નામે કર્યો છે.

3000
આટલા રન પૂરા કર્યા જેમિમા રૉડ્રિગ્સે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં

indian womens cricket team india t20 international t20 sports sports news cricket news