કોવિડે અહેસાસ કરાવ્યો કે ક્રિકેટથી આગળ પણ જીવન છે : જેમિમાહ રૉડ્રિક્સ

12 September, 2020 12:18 PM IST  |  New Delhi | IANS

કોવિડે અહેસાસ કરાવ્યો કે ક્રિકેટથી આગળ પણ જીવન છે : જેમિમાહ રૉડ્રિક્સ

જેમિમાહ રૉડ્રિક્સ

ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમની પ્લેયર સ્મૃતિ મંધાનાએ તાજેતરમાં કહ્યું કે કોરોનાની અસર મહિલા ક્રિકેટ પર પુરુષ ક્રિકેટ કરતાં ઓછી થઈ છે એવામાં આ કોરોનાના સમયમાં ક્રિકેટથી આગળ જીવન હોવાનો અનુભવ જેમિમાહ રૉડ્રિક્સને થયો છે. જેમિમાહે કહ્યું કે ‘વિમેન્સ વર્લ્ડ કપ બાદ પાછું કમબૅક કરવું સરળ નથી. લગભગ દોઢ મહિનાથી અમે ઑસ્ટ્રેલિયામાં હતાં અને છેલ્લે આવીને જ્યારે ફાઇનલ હારી ગયાં ત્યારે માનસિક રીતે અને ઇમોશનલી ઘણાં તૂટી ગયાં હતાં. રિકવર થવા માટે તમને થોડો સમય લાગે છે અને મારા ખ્યાલથી આ લૉકડાઉને અમને એ સદમામાંથી ઊભરવામાં મદદ કરી હતી. અમને જે લાંબો બ્રેક મળ્યો એમાં અમે પોતાને વધારે સારી રીતે તૈયાર કરી શક્યાં. હવે ક્રિકેટના મેદાન પર આવવા આતુર છીએ. મને લાગે છે કે અમારા પર કોઈના આશીર્વાદ છે, કારણ કે અમે દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ સારું રમી રહ્યાં છીએ છતાં આ લાંબા બ્રેકમાં હું મારી જાત સાથે, મારા પરિવાર સાથે વધારે સમય પસાર કરી શકી. મને અનુભવ થયો કે ક્રિકેટથી પણ આગળ જીવન છે. ક્રિકેટ એક સારી રમત છે અને મને એ રમવાનું ગમે છે. હું એમાં મારું સંપૂર્ણ યોગદાન આપું છું, પણ ક્રિકેટ મારા જીવનનો એક હિસ્સો છે. ક્રિકેટની બહાર પણ એક અલગ દુનિયા છે જેમાં મારા પરિવાર, મારા મિત્રો મારા માટે એટલા જ જરૂરી છે જેટલું જરૂરી ક્રિકેટ છે. આ લૉકડાઉનમાં મેં ઘણા લોકોને પાયાની જરૂરિયાત પૂરી કરવા માટે સ્ટ્રગલ કરતા જોયા છે. હું નસીબદાર છું કે મારી પાસે મારું ઘર અને મારો પરિવાર છે જે મારી સંભાળ લે છે.’

covid19 indian womens cricket team sports news