બુમરાહ ગોવામાં 14-15 માર્ચે ઍન્કર સંજના સાથે કરશે લગ્ન?

09 March, 2021 11:20 AM IST  | 

બુમરાહ ગોવામાં 14-15 માર્ચે ઍન્કર સંજના સાથે કરશે લગ્ન?

બુમરાહ અને સંજના

છેલ્લા કેટલાક સમયથી જસપ્રીત બુમરાહનાં લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે અને હવે એક રિપોર્ટ મુજબ ૧૪-૧૫ માર્ચે જસપ્રીત બુમરાહ ગોવામાં સ્પોર્ટ્સ ઍન્કર સંજના ગણેશન સાથે પ્રભુતામાં પગલાં માંડશે, એવો અહેવાલ મળ્યો છે. એન્જિનિયરિંગનું ભણેલી સંજનાએ પોતાના કરીઅરની શરૂઆત એક ટીવી શૉથી કરી હતી અને પોતાના સારા દેખાવને લીધે તેણે પછીથી મૉડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો અને ૨૦૧૪માં મિસ ઇન્ડિયાની ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી. આઇપીએલમાં પણ સંજના કલકત્તા નાઇટ રાઇડર્સની ઍન્કર રહી ચૂકી છે. સંજના પહેલાં જસપ્રીત બુમરાહનાં લગ્ન દક્ષિણ ભારતની અભિનેત્રી અનુપમા પરમેશ્વરન સાથે થવાની ચર્ચા થઈ રહી હતી, જેનું અભિનેત્રીના પરિવારજનોએ ખંડન કર્યું હતું.

jasprit bumrah cricket news sports news