ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં કમબૅક કરશે બુમરાહ

03 November, 2019 12:26 PM IST  |  મુંબઈ

ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં કમબૅક કરશે બુમરાહ

જસપ્રીત બુમરાહ

આજથી ટીમ ઇન્ડિયા બંગલા દેશ સામેની સિરીઝ શરૂ કરશે અને સાથે-સાથે ૨૦૨૦ની શરૂઆતમાં ન્યુ ઝીલૅન્ડના પ્રવાસે જશે. જોકે ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર એ છે કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જે હાલમાં ઇન્ડિયન ટીમની બહાર ઈજાને કારણે આરામ કરી રહ્યો છે તે ટીમમાં વહેલી તકે કમબૅક કરવાનો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બુમરાહની રિકવરી વ્યવસ્થિત થઈ રહી છે અને જો બધું ધાર્યા પ્રમાણે રહ્યું તો તે જાન્યુઆરીથી ટીમમાં પાછો ફરી શકશે. ન્યુ ઝીલૅન્ડની ધરતી પર બોલિંગ ઘણી મહત્ત્વની રહે છે માટે ટીમ મૅનેજમેન્ટ બુમરાહ સંપૂર્ણ ફિટ ન થાય ત્યાં સુધી કોઈ પણ જોખમ લેવા નથી માગતું. નોંધનીય છે કે બુમરાહ જેવો ફાસ્ટ બોલર ટીમ માટે ઘણો અગત્યનો છે અને તેને લયમાં લાવ્યા બાદ જ ટીમ આગળ વધશે.

jasprit bumrah