જાણો, બુમરાહના મતે કોણ છે વિશ્વનો સૌથી ખતરનાક બેટ્સમેન

05 September, 2019 06:45 PM IST  |  Mumbai

જાણો, બુમરાહના મતે કોણ છે વિશ્વનો સૌથી ખતરનાક બેટ્સમેન

Mumbai : વિશ્વમાં સૌથી વધુ રમાતી રમતમાં ફુટબોલ બાદ ક્રિકેટનું નામ આવે છે. ક્રિકેટની દુનિયામાં અનેક દિગ્ગજ ક્રિકેટરો છે. આ રમતમાં એવું પણ બન્યું છે કે મોટા ખેલાડીઓએ ઘણીવાર નાના-યુવા ખેલાડીઓ પાસેથી શિખવાનો વારો આવ્યો હોય. ત્યારે આજે વિશ્વમાં સૌથી ઘાતક ગણાતા ફાસ્ટ બોલરોમાંનો એક ગુજરાતી ક્રિકેટર જસપ્રીત બુમરાહને જ્યારે પુછવામાં આવ્યું કે તેના મતે વિશ્વ ક્રિકેટમાં કોણ છે ખતરનાક ક્રિકેટર. તે તેણે જ્યારે નામ આપ્યું ત્યારે તમામ લોકો ચોકી ઉઠ્યા હતા. આ બીજું કોઇ નહીં પણ એક ભારતીય ખેલાડી જ હતો.

આ પણ જુઓ : વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

જ્યારે વિશ્વના તમામ બેટ્સમેનોએ ભારતના આ ગુજ્જુ બોલર જસપ્રીત બુમરાહ સામે રમવા માટે ખાસ રણનીતિ બનાવવી પડતી હોય છે. તેવા આ બુમરાહને જ્યારે વિશ્વના ખતરનાક બોલર વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે જે નામ આપ્યું તે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.

આ પણ જુઓ : જસપ્રીત બુમરાહ:આ ફાસ્ટ બોલર છે બહેનોનો લાડલો



જસપ્રિત બુમરાહે ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓપનર બેટ્સમેન રોહિત શર્માને ક્રિકેટ વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે તેના આંકડા મુજબ તે એક ખતરનાક બેટ્સમેન પણ છે કારણ કે તે એક મહાન બેટ્સમેન પણ છે તે એક મહાન ખેલાડી પણ છે
.

cricket news jasprit bumrah rohit sharma team india board of control for cricket in india