જસપ્રિત બુમરાહને મળ્યું ગાર્ડ ઓફ ઓનર

11 December, 2020 07:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જસપ્રિત બુમરાહને મળ્યું ગાર્ડ ઓફ ઓનર

તસવીર સૌજન્યઃ બીસીસીઆઈનું ટ્વીટર અકાઉન્ટ

જસપ્રિત બુમરાહને આજે ગાર્ડ ઓફ ઓનર મળ્યું છે. બુમરાહે પોતાની શાનદાર બોલિંગ બતાવ્યા બાદ તેણે ઓસ્ટ્રેલિયા A સામે પિંક બોલ પ્રેક્ટિસ મેચના પહેલા જ દિવસે શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમી છે.

બુમરાહની આ શાનદાર ઇનિંગ બાદ વિરાટ સહિત ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ તેને ડ્રેસિંગ રૂમમાં ગાર્ડ ઓફ ઓનર આપ્યું. સોશિયલ મીડિયા પર, બુમરાહને ગાર્ડ ઓફ ઓનર આપવાનો આ વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ જસપ્રિત બુમરાહની પહેલી અડધી સદી છે. બુમરાહે 57 બોલમાં 55 રન બનાવ્યા. ભારતીય ટીમ 48.3 ઓવરમાં 194 રનમાં આઉટ થઈ ગઈ હતી. જ્યાં ભારતીય બેટ્સમેનોને જ્યાં રન બનાવવામાં સમસ્યા આવી રહી હતી, ત્યારે, બુમરાહે શાનદાર બેટિંગ કરી હતી અને છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

બુમરાહ અને મોહમ્મદ સિરાજે દસમી વિકેટ માટે 71 રનની શાનદાર ભાગીદારી કરી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા A સામે ડે નાઈટનો બીજો પ્રેક્ટિસ મેચ નહીં રમવાનો નિર્ણય લીધો છે જેથી તે ટેસ્ટ સિરીઝ પહેલા તૈયાર થઈ શકે. ભારતે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો.ભારતીય ટીમનો ઓપનર મયંક અગ્રવાલ સસ્તામાં આઉટ થયો હતો જ્યારે પૃથ્વી શો 29 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો.

શુભમન ગિલ 43 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.એક સમયે, ભારતનો સ્કોર 1 વિકેટ ગુમાવીને 72 રન હતા, પરંતુ ટૂંક સમયમાં તે 6 વિકેટે 111 થઈ ગયો હતો. આ પછી ભારતનો સ્કોર 9 વિકેટે 123 રન હતો. આ પછી, જસપ્રીત બુમરાહ (55) અને મોહમ્મદ સિરાજ (23) ની ભાગીદારીથી ભારતીય ટીમની લાજ બચી ગઈ. બુમરાહે તેની ઇનિંગ્સમાં કવર ડ્રાઇવ્સ અને પુલ સ્ટ્રોકના ઘણા શાનદાર શોટ રમ્યા હતા.આ પહેલા, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બુમરાહનો મહત્તમ સ્કોર અણનમ 16 રન હતો, જે તેણે 2014માં ઓસ્ટ્રેલિયા A સામે બનાવ્યો હતો.

jasprit bumrah cricket news australia