24 February, 2025 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ
રવિવારે દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ પહેલાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દુબઈ પહોંચ્યો અને પોતાના પ્રતિષ્ઠિત ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અવૉર્ડ્સ મેળવ્યા હતા. ICCના ઑફિશ્યલ હૅન્ડલે ICC અવૉર્ડ્સ ૨૦૨૪માં જીતેલા તમામ અવૉર્ડ્સ અને કૅપ્સ સાથે બુમરાહનો ફોટો પોસ્ટ કર્યો, જેમાં તે ICC મેન્સ ક્રિકેટર ઑફ ધ યર એટલે કે સર ગૅરી સોબર્સ ટ્રોફી, ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યરની ટ્રોફી, ICC મેન્સ ટેસ્ટ ટીમ ઑફ ધ યર (ગ્રીન કૅપ) અને ICC મેન્સ T20 ટીમ ઑફ ધ યર (રેડ કૅપ) સાથે જોવા મળ્યો હતો. BCCIના ભૂતપૂર્વ સેક્રેટરી અને ICCના હાલના ચૅરમૅન જય શાહે તેને આ અવૉર્ડ્સ આપ્યા હતા. પીઠની ઇન્જરીને કારણે ૩૧ વર્ષનો બુમરાહ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમી શક્યો નથી.