મલિન્ગાના રિટાયરમેન્ટ બાદ બુમરાહે કહ્યુંનો ખાસ મેસેજ

28 July, 2019 10:38 AM IST  |  મુંબઈ

મલિન્ગાના રિટાયરમેન્ટ બાદ બુમરાહે કહ્યુંનો ખાસ મેસેજ

બુમહારનો મલિંગા માટે ખાસ સંદેશ

શુક્રવારે લસિથ મલિન્ગાએ હોમ-ક્રાઉડ સામે પોતાની શાનદાર વન-ડે ઇન્ટરનૅશનલ કરીઅરને અલવિદા કહ્યા પછી ટ્વિટર પર તેના ફૉલોઅર્સે ભવિષ્ય માટે વિશિશનો વરસાદ વરસાવ્યો હતો. તેણે કરીઅરના છેલ્લા બૉલમાં વિકેટ લઈને શ્રીલંકાને પહેલી વન-ડેમાં ૯૧ રનથી જીત અપાવી હતી. ૪ વખત મુંબઈ ઇન્ડિયન્સને આઇપીએલ ચૅમ્પિયન બનાવનાર રોહિત શર્માએ કહ્યું કે ‘છેલ્લા એક દાયકામાં મુંબઈની સફળતામાં મારે એક મૅચ-વિનર ચુઝ કરવાનો હોય તો મલિન્ગા શ્યૉરલી ટૉપ પર રહેશે. તેની હાજરીને કારણે એક કૅપ્ટન તરીકે મને ડેથ ઓવરમાં રાહત રહે છે અને તે ક્યારેય નિષ્ફળ નથી જતો.’

આ પણ જુઓઃ દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ

ભારતના યૉર્કર-સ્પેશ્યલિસ્ટ જસપ્રીત બુમરાહે ટ્વીટમાં લખ્યું, ‘ક્લાસિક માલી સ્પેલ. ક્રિકેટ માટે તેં જેકંઈ પણ કર્યું એ બદલ તારો આભાર. તને હંમેશાં ઍડ્માયર કરતો હતો અને કરતો રહીશ.’સચિન તેન્ડુલકર અને મોહમ્મદ કૈફે શાનદાર કરીઅર બદલ મલિન્ગાને અભિનંદન આપ્યાં હતાં.

lasith malinga jasprit bumrah