વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી બુમરાહને આરામ

14 February, 2019 03:32 PM IST  | 

વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી બુમરાહને આરામ

ટ્રોફી સાથે બુમરાહ

મેલબર્ન ટેસ્ટમાં પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતનાર અને સમગ્ર બૉર્ડર-ગાવસકર સિરીઝમાં હાઇએસ્ટ ૨૧ વિકેટ લેનાર ભારતના પેસ બોલર જસપ્રીત બુમરાહને ઑસ્ટ્રેલિયા સામે ૧૨ જાન્યુઆરીથી શરૂ થતી આગામી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે જેથી વર્લ્ડ કપ પહેલાં તેના પર વધુ વર્કલોડ ન રહે. બુમરાહે ૧૭ની ઍવરેજ, ૪૪.૯૦ની સ્ટ્રાઇક રેટથી ૨૧ વિકેટ ઝડપી હતી. તેનો ઇકૉનૉમી રેટ ફક્ત ૨.૨૭ રહ્યો હતો. ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થતી પાંચ વન-ડેની સિરીઝમાં તે ફ્રેશ થઈને રમે એમ ભારતીય ક્રિકેટ ર્બોડ ઇચ્છે છે.

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયા થઈ માલામાલ

સિલેક્ટરોએ તેની જગ્યાએ ગયા વર્ષે ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન આપ્યું છે જેણે ઇન્ડિયા એ વતી ન્યુ ઝીલૅન્ડમાં ૩ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૭ વિકેટ લીધી છે. સિદ્ધાર્થ કૌલને પણ ટીમમાં જગ્યા મળી છે જેણે ન્યુ ઝીલૅન્ડ એ સામે ત્રણ ટી૨૦ મૅચમાં સારું પર્ફોર્મ કર્યું હતું અને ૩ લિસ્ટ-એ મૅચમાં ૭ વિકેટ લીધી છે. આ સિરીઝમાં તેનું બેસ્ટ બોલિંગ પર્ફોર્મન્સ ૪-૩૭ રહ્યું હતું. મોહમ્મદ સિરાજનો બુમરાહના સ્થાને આગામી ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયા સામે ૧૨થી ૧૮ જાન્યુઆરી દરમ્યાન વન-ડે સિરીઝ રમ્યા પછી ભારત ૨૩મીથી ન્યુ ઝીલૅન્ડ સામે ૩ વન-ડે અને ૩ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મૅચની સિરીઝ રમશે.

jasprit bumrah australia sports news cricket news border-gavaskar trophy