ઇરફાન પઠાણને તત્કાલ કાશ્મીર છોડવા આદેશ, અન્ય સ્ટાફને પણ અપાઇ માહિતી

04 August, 2019 07:57 PM IST  |  Jammu & Kashmir

ઇરફાન પઠાણને તત્કાલ કાશ્મીર છોડવા આદેશ, અન્ય સ્ટાફને પણ અપાઇ માહિતી

Jammu Kashmir : છેલ્લા ઘણા દિવસથી જમ્મુ કાશ્મીરમાં તનાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે. ત્યા ગયેલા યાત્રીકો, અમરનાથના દર્શને ગયેલા યાત્રીકો અને વિદ્યાર્થીઓને જમ્મુ-કાશ્મીર છોડવા માટે આદેશ આપી દેવાયો છે. ત્યારે હવે મળી રહેલ સમાચાર પ્રમાણે બરોડાના ક્રિકેટર અને જમ્મુ કાશ્મીરની ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા ઈરફાન પઠાણ સહિતના ટીમના કોચિંગ સ્ટાફને વહેલી તકે જમ્મુ કાશ્મીર છોડી દેવા માટે સલાહ અપાઈ છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના સીઈઓ સૈયદ બુખારીએ કહ્યુ હતુ કે, રવિવારે બપોર બાદ તે કાશ્મીરથી બાય ફ્લાઈટ રવાના થઈ જશે. ટીમના અન્ય સભ્યોને પણ કાશ્મીર છોડવા માટે ક્રિકેટ એસોસિએશને જણાવી દીધુ છે.

17 ઓગષ્ટથી દુલિપ ટ્રોફી શરૂ થતી હોવાથી જમ્મુ રણજી ટીમને ફટકો પડશે
આ કારણે કાશ્મીરના ક્રિકેટને ફટકો પડશે.કારણકે 17 ઓગષ્ટથી દુલિપ ટ્રોફી ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે. એ પછી 50 ઓવરની વિજય હજારે ટ્રોફી પણ રમાવાની છે. જ્યારે ડિસેમ્બરમાં રણજી ટ્રોફી લીગ રાઉન્ડની શરૂઆત થશે. માત્ર ઈરફાન અને બીજા કોચિંગ સ્ટાફના જ નહી પણ શ્રીનગરના શેર એ કાશ્મીર સ્ટેડિયમમાં રોકાયેલા બીજા 100 ક્રિકેટરોને પણ ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે.

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન દ્વારા તાલીમ શિબિરના ભાગરૂપે પ્રેક્ટિસ મેચોનુ પણ આયોજન કરાયુ હતુ. કાશ્મીરમાં નવુ ટેલેન્ટ શોધવા માટે પસંદગીકારોને બોલાવાયા હતા પણ હવે સરકારની નવી એડવાઈઝરીના કારણે આ તમામ એક્ટિવિટિ હાલ પુરતી તો સ્થગિત કરાઈ છે.

cricket news irfan pathan jammu and kashmir sports news ranji trophy