૪૨ વર્ષની ઉંમરે પહેલી વાર કૅપ્ટન બન્યો જેમ્સ ઍન્ડરસન

23 June, 2025 10:48 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા આ ફાસ્ટ બોલરની આ ૩૦૦મી ફર્સ્ટ-ક્લાસ મૅચ પણ છે.

જેમ્સ ઍન્ડરસન

ઇંગ્લૅન્ડ અને ભારત લીડ્સમાં ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી રમી રહ્યા છે, જ્યારે બીજી તરફ બ્રિટનના બ્લૅકપૂલમાં ૪૨ વર્ષના જેમ્સ ઍન્ડરસને પ્રોફેશનલ કરીઅરમાં પહેલી વાર કૅપ્ટન્સી સંભાળી છે. કાઉન્ટી ક્રિકેટ ચૅમ્પિયનશિપમાં લૅન્કશર તરફથી તેણે કેન્ટ ટીમ સામે કૅપ્ટન્સી ડેબ્યુ કર્યું છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા આ ફાસ્ટ બોલરની આ ૩૦૦મી ફર્સ્ટ-ક્લાસ મૅચ પણ છે.

england india james anderson cricket news sports news sports