600 ટેસ્ટ વિકેટ લેનાર પહેલો ફાસ્ટ બોલર બન્યો જેમ્સ ઍન્ડરસન

26 August, 2020 07:26 AM IST  |  Southampton | Gujarati Mid-day Correspondent

600 ટેસ્ટ વિકેટ લેનાર પહેલો ફાસ્ટ બોલર બન્યો જેમ્સ ઍન્ડરસન

જેમ્સ ઍન્ડરસન

પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝ ઇંગ્લૅન્ડે ૧-૦થી પોતાના નામે કરી લીધી છે અને પોતાનો વિજયરથ યથાવત્ રાખ્યો છે. છેલ્લી ટેસ્ટ મૅચ વરસાદને કારણે ડ્રૉમાં પરિણમી હતી જેને લીધે પાકિસ્તાનને પોતાનો પક્ષ મજબૂત કરવાની તક મળી નહોતી. પહેલી ટેસ્ટ મૅચ ઇંગ્લૅન્ડના ફાળે ગઈ હતી, જ્યારે બીજી મૅચ વરસાદ અને બૅડ લાઇટને કારણે ડ્રૉ ગઈ હતી. ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝ એક-એકથી બરાબર કરવાની પાકિસ્તાન માટે આ છેલ્લી તક હતી, જેમાં વરસાદે વિઘ્ન નાખ્યું હતું. ઇંગ્લૅન્ડે આપેલા ૫૮૪ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૨૭૩ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ ફૉલોઑન રમવા તેમણે ઊતરવું પડ્યું હતું. ફૉલોઑનમાં પાકિસ્તાને ૬૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૧૨ રન બનાવી લીધા હોવા છતાં એ ઇંગ્લૅન્ડના લક્ષ્યથી ૨૧૦ રન પાછળ હતું. ઍન્ડરસને અઝહર અલીને આઉટ કરીને ટેસ્ટ કરીઅરની ૬૦૦મી વિકેટ લીધી હતી. આ સમગ્ર સિરીઝમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. આ ટેસ્ટ સિરીઝ બાદ ૨૮ ઑગસ્ટથી બન્ને દેશ વચ્ચે ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ રમાશે.

અઝહર અલીને આઉટ કરીને જેમ્સ ઍન્ડરસને ટેસ્ટ કરીઅરની ૬૦૦મી વિકેટ લીધી હતી. આટલી વિકેટ લેનાર તે પ્રથમ ફાસ્ટ બોલર છે.

england pakistan cricket news sports news james anderson