News In Short: આ યુવી છે કે બુમરાહ?

03 July, 2022 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૭ની યાદ અપાવી દીધી...

આ યુવી છે કે બુમરાહ?

આવા શબ્દોમાં તેન્ડુલકરે બુમરાહની વર્લ્ડ રેકૉર્ડ તોડનારી આક્રમક બૅટિંગની પ્રશંસા કરી હતી. યુવરાજે ટી૨૦ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડના જ બોલર સ્ટુઅર્ટ બ્રૉડના ૬ બૉલમાં ફટકારેલી ૬ સિક્સરનો રેકૉર્ડ હજી અકબંધ છે. નવો રેકૉર્ડ દર્શાવતી ઓવર નીચે મુજબ છે.

ભારતે ટી૨૦ પ્રૅક્ટિસ મૅચમાં ડર્બીશરને સાત વિકેટે હરાવ્યું

ફૉર્મમાં ચાલી રહેલા દીપક હૂડાની હાફ સેન્ચુરીની મદદથી ભારતે ડર્બીશર કાઉન્ટી ટીમને ટી૨૦ પ્રૅક્ટિસ મૅચમાં ૭ વિકેટે હરાવ્યું હતું. આયરલૅન્ડ સામેની બીજી ટી૨૦ મૅચમાં કરીઅરની પહેલી ટી૨૦ સદી ફટકારનાર હૂડાએ ૩૭ બૉલમાં ૫૯ રન બનાવ્યા અને ત્રીજી વિકેટ માટે સૂર્યકુમાર યાદવ (નૉટઆઉટ ૩૬) સાથે ૭૮ રનની પાર્ટનરશિપ કરી હતી. ભારતે ૧૫૧ રનના લક્ષ્યાંકને ૨૦ બૉલ બાકી રાખીને આંબી લીધો હતો. એ પહેલાં ઓપનર સંજુ સૅમસને ૩૦ બૉલમાં ૩૮ રન બનાવ્યા હતા, તો કૅપ્ટન દિનેશ કાર્તિક ૭ રન બનાવીને નૉટઆઉટ રહ્યો હતો.

એક વાક્યના સમાચાર

કઝાખસ્તાનના નૂર-સુલતાનમાં ચાલી રહેલા ઇલોર્ડા કપમાં ભારતીય મહિલા બૉક્સર કલાઇવાની શ્રીનિવાસન ૪૮ કિલો વર્ગની સેમી ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના ખેલાડીને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ હતી, તો પુરુષોમાં ૪૮ કિલો વર્ગની કૅટેગરીમાં કુલદીપ કુમાર સેમી ફાઇનલમાં પહોંચ્યો છે.

sports news cricket news jasprit bumrah