ઇરફાને ઈદ નિમિત્તે પુત્ર સાથે મસ્તીભર્યો વિડિયો શૅર કર્યો

15 May, 2021 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને હવે કૉમેન્ટેટર ઇરફાન પઠાણે ગઈ કાલે રમઝાન ઈદ નિમિત્તે તેના પુત્ર ઇમરાન સાથે મસ્તીભર્યો વિડિયો શૅર કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા.

ઇરફાને પુત્ર સાથે મસ્તીભર્યો વિડિયો શૅર કર્યો

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને હવે કૉમેન્ટેટર ઇરફાન પઠાણે ગઈ કાલે રમઝાન ઈદ નિમિત્તે તેના પુત્ર ઇમરાન સાથે મસ્તીભર્યો વિડિયો શૅર કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા. આ વિડિયો લોકોને ખૂબ જ ગમ્યો હતો. નાનકડો ઇમરાન આ વિડિયો ખૂબ ક્યુટ જ લાગી રહ્યો છે. 

રિટાયરમેન્ટ બાદ ઇમરાન સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ છે. પરિવારના વિડિયો અને ફોટો શૅર કરવા ઉપરાંત કરન્ટ ટોપિક પર તેના વિચાર પણ બેધડક શૅર કરતો હોય છે. ઇઝરાયલ અને પેલેસસ્ટીનના મામલે હાલમાં જ ઇરફાન અને કંગના રનોટની જામી ગઈ હતી. 

irfan pathan cricket news sports news sports eid