મિલરના દમ પર સાઉથ આફ્રિકા જીતી ગયું ટી૨૦ સિરીઝ, આયરલૅન્ડનો ફરી ધબડકો

24 July, 2021 02:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાના કૅપ્ટનને આઇસીસીએ કરી સજા

તસવીરઃ પી.ટી.આઈ.

સાઉથ આફ્રિકા હાલમાં આયરલૅન્ડના પ્રવાસે છે. બન્ને ટીમ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી, પરંતુ ટી૨૦ સિરીઝમાં મહેમાન ટીમનો દબદબો દેખાયો હતો. સાઉથ આફ્રિકાએ બીજી ટી૨૦ મૅચમાં ૪૨ રનથી જીત મેળવીને સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. આયરલૅન્ડ સામે પહેલાં બૅટિંગ કરતી વખતે સાઉથ આફ્રિકાએ ૫૮ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ ડેવિડ મિલરે આક્રમક બૅટિંગ કરતાં વિયાન મલ્ડર સાથે ટીમને મૅચમાં વાપસી કરાવી હતી. મિલર ૪૪ બૉલમાં ૭૫ રન બનાવીને નૉટઆઉટ રહ્યો હતો અને મલ્ડરે ૨૬ બૉલમાં ૩૬ રન કર્યા. જવાબમાં આયરલૅન્ડની આખી ટીમ ૧૧૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

સાઉથ આફ્રિકાના કૅપ્ટનને આઇસીસીએ કરી સજા

આયરલૅન્ડ સામે ૧૯ જુલાઈએ રમાયેલી મૅચ દરમ્યાન આઇસીસીની આચારસંહિતાના લેવલ-૧ના ભંગ બદલ ગઈ કાલે સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બાવુમાને સજા ફટકારવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મૅચ દરમ્યાન ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફ સામે અભદ્ર ભાષાના પ્રયોગનો ગુનો એણે આચર્યો હતો. આ ઉપરાંત એના રેકૉર્ડમાં એક ડીમેરિટ પૉઇન્ટનો ઉમેરો કરવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકાની ઇ​નિંગ્સની છઠ્ઠી ઓવરમાં કોચ આઉટ થતાં તેણે આ ઉચ્ચાર કર્યા હોવાનું સંભળાયું હતું. બવુમાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

sports sports news cricket news south africa ireland