17 May, 2025 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુસ્તફિઝુર રહમાન
બંગલાદેશના ડાબોડી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને બંગલાદેશ ક્રિકેટ બોર્ડ તરફથી IPL 2025માં ભાગ લેવા માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળી ગયું છે. જોકે તે ૧૮થી ૨૪ મે દરમ્યાન દિલ્હી કૅપિટલ્સ માટે ગ્રુપ-સ્ટેજ મૅચ રમી શકશે. દિલ્હીની બાકીની મૅચ ગુજરાત ટાઇટન્સ (૧૮ મે), મુંબઈ ઇન્ડિયન્સ (૨૧ મે) અને પંજાબ કિંગ્સ (૨૪ મે) સામે રમાશે. UAE અને પાકિસ્તાનના T20 ટૂરને કારણે આ લીગમાં તેની હાજરી શંકાસ્પદ હતી.
ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કની ગેરહાજરીમાં તે દિલ્હી માટે મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. ૨૦૨૨ અને ૨૦૨૩માં દિલ્હી સામે બે કરોડની કિંમતમાં રમનાર આ ૨૯ વર્ષનો બોલર મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. જોકે તેને આ સીઝનમાં દરેક મૅચ રમવા માટે બે કરોડ રૂપિયા મળશે, તેને બૅટર જેક ફ્રેઝર મૅકગર્કના સ્થાને ૬ કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.