20 April, 2025 09:28 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
ત્રણ દિવસની અંદર બીજી વાર ટકરાશે શ્રેયસ ઐયર અને રજત પાટીદાર.
IPL 2025ની ૩૭મી મૅચ આજે પંજાબ કિંગ્સ (PBKS)અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) વચ્ચે રમાશે. ગ્રુપ સ્ટેજની અડધી સફર પૂરી થયા બાદ આજથી વર્તમાન સીઝનના રિવેન્જ તબક્કાની શરૂઆત થઈ રહી છે જેમાં દરેક ટીમ પાસે તેમની હરીફ ટીમ સામે મળેલી હારનો બદલો લેવાની તક રહેશે.
શુક્રવારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પંજાબ સામે નિષ્ફળ થયેલી બૅન્ગલોરની ટીમ આજે રવિવારની બપોરે એ હારનો બદલો લેવા ઊતરશે. પંજાબના ન્યુ ચંડીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચેની આ પહેલી ટક્કર હશે. બન્ને ટીમ વચ્ચે ૩૪ ટક્કરમાં ૧૮ જીત સાથે પંજાબે દબદબો જાળવી રાખ્યો છે, જ્યારે બૅન્ગલોર આ હરીફ ટીમ સામે ૧૬ મૅચ જીત્યું છે.

મૅચનો સમય
બપોરે 3.3૦ વાગ્યાથી