05 May, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ દરમ્યાન પિચનું નિરીક્ષણ કરતાે પંજાબનો હેડ કોચ રિકી પૉન્ટિંગ અને લખનઉનો કૅપ્ટન રિષભ પંત.
IPL 2025ના દશમા ડબલ હેડરનો બીજો મુકાબલો અને ૫૪મી ટક્કર આજે પંજાબ કિંગ્સ (PBKS) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. સૌથી મોંઘા કૅપ્ટન્સ રિષભ પંત (૨૭ કરોડ રૂપિયા)ના ખરાબ ફૉર્મ અને શ્રેયસ ઐયર (૨૬.૭૫ કરોડ રૂપિયા)ના શાનદાર ફૉર્મને કારણે આ મૅચ વધુ રસપ્રદ બની રહેશે. સીઝનની પહેલી ટક્કરમાં પંજાબ સામે આઠ વિકેટે હારનાર લખનઉ પર હૅટ-ટ્રિક હારનો ખતરો પણ છે.
પ્લેઑફની રેસમાં સ્થાન મજબૂત કરવા બન્ને ટીમોએ પોતાની બાકીની ચારેય મૅચ જીતવી પડશે. ધરમશાલામાં હોમ ટીમ પંજાબ વર્તમાન સીઝનની પહેલી મૅચ રમશે. લખનઉ સામે આ મેદાન પર પણ તેની આ પહેલી જ ટક્કર છે. પોતાના આ હોમ ગ્રાઉન્ડ પર પંજાબ હરીફ ટીમો સામે ૧૩માંથી ૮ મૅચ હાર્યું છે અને માત્ર પાંચ મૅચ જીત્યું છે.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૫ |
|
LSGની જીત |
૩ |
|
PBKSની જીત |
૨ |
મૅચનો સમય
સાંજે ૭.૩૦ વાગ્યાથી