એક વેન્યુ પર મુંબઈએ રન-ચેઝ કરતી વખતે સૌથી વધુ જીતનો કલકત્તાનો રેકૉર્ડ તોડ્યો

19 April, 2025 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ રન-ચેઝ કરતી વખતે ૪૭માંથી ૨૯ મૅચ જીતી છે, જ્યારે કલકત્તાએ ઈડન ગાર્ડન્સમાંથી આવી પરિસ્થિતિમાં ૪૦માંથી ૨૮ જીત મેળવી છે.

ગઈ કાલે અભિષેક શર્માને આઉટ કર્યા પછી વિલ જૅક્સ સાથે એને સેલિબ્રેટ કરતો મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન હાર્દિક પંડ્યા.

મુંબઈ ઇન્ડિયન્સે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને વર્તમાન સીઝનમાં હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં બીજી જીત નોંધાવી હતી. આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સે વધુ એક રેકૉર્ડ લિસ્ટમાં કોલકાતા નાઇટ રાઇડર્સને માત આપી છે. હાલમાં બન્ને ટીમે એક વેન્યુમાં સૌથી વધુ ૫૩ IPL મૅચ જીતવામાં એકબીજાની બરાબરી કરી લીધી છે, પણ મુંબઈ એક વેન્યુ પર રન-ચેઝ કરતી વખતે સૌથી વધુ મૅચ જીતવાના રેકૉર્ડમાં કલકત્તાથી આગળ વધી ગયું છે. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ રન-ચેઝ કરતી વખતે ૪૭માંથી ૨૯ મૅચ જીતી છે, જ્યારે કલકત્તાએ ઈડન ગાર્ડન્સમાંથી આવી પરિસ્થિતિમાં ૪૦માંથી ૨૮ જીત મેળવી છે.

એક વેન્યુ પર સૌથી વધુ સફળ રન-ચેઝ કરનાર ટીમ

મુંબઈ

વાનખેડે સ્ટેડિયમમાં ૪૭માંથી ૨૯ જીત

કલકત્તા

ઈડન ગાર્ડન્સમાં ૪૦માંથી ૨૮ જીત

રાજસ્થાન

સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ૩૧માંથી ૨૪ જીત

હૈદરાબાદ

રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ૩૨માંથી ૨૧ જીત

બૅન્ગલોર

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૪૧માંથી ૨૧ જીત

ચેન્નઈ

ચેપૉક સ્ટેડિયમમાં ૩૧માંથી ૨૦ જીત

 

indian premier league IPL 2025 mumbai indians sunrisers hyderabad hardik pandya wankhede cricket news sports news sports