28 November, 2024 11:43 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
જાણી લો આંકડાંઓમાંઃ
બે દિવસના મેગા ઑક્શનમાં ભારતના ૧૨૦ પ્લેયર્સ પર ૩૮૩.૪ કરોડ રૂપિયાની ધનવર્ષા થઈ છે.
૧૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતમાં ૧૨ પ્લેયર્સને ખરીદવામાં આવ્યા છે.
સાઉથ આફ્રિકાના ૧૪ પ્લેયર્સ પર ૪૭.૫ કરોડ, ૧૩ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સ પર ૬૬.૭ કરોડ, ઇંગ્લૅન્ડના ૧૨ પ્લેયર્સ પર ૭૦.૨૫ કરોડ, ન્યુ ઝીલૅન્ડના સાત પ્લેયર્સ પર ૨૯.૦૫ કરોડ, અફઘાનિસ્તાનના ૬ પ્લેયર્સ પર ૨૧.૯૫ કરોડ, ૬ શ્રીલંકન પ્લેયર્સ પર ૧૩.૯૫ કરોડ અને વેસ્ટ ઇન્ડીઝના ચાર પ્લેયર્સ પર ૬.૩૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
મેગા ઑક્શનમાં બે દિવસમાં ૧૮૨ પ્લેયર્સને ૬૩૯.૧૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે.