24 May, 2025 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બન્ને ટીમના કૅપ્ટનની ફાઇલ તસવીર
લખનઉ સુપર જાયન્ટ્સના કૅપ્ટન રિષભ પંતને મુંબઈ ઇન્ડિયન્સ સામે સતત બીજી મૅચમાં સ્લો ઓવર-રેટ બદલ સજા થઈ છે. ચોથી એપ્રિલે અને ૨૭ એપ્રિલે મુંબઈ સામેની મૅચમાં રિષભ પંત સમયસર ઓવર્સ પૂરી કરી શક્યો નહોતો. સીઝનમાં બીજી વખતના આ ગુના બદલ તેને ૨૪ લાખ રૂપિયાનો દંડ થયો છે, જ્યારે તેની ટીમના બાકીના સભ્યોને ૬ લાખ રૂપિયા અથવા તેમની મૅચ-ફીના પચીસ ટકાનો દંડ કરવામાં આવ્યો છે.