IPL 2025ના પ્લેઑફ્સ રાઉન્ડ પહેલાં ફરી RCB સાથે જોડાયો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ

26 May, 2025 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL એક અઠવાડિયા માટે સ્થગિત થઈ એ પહેલાં તેને ખભામાં નાની ઇન્જરી પણ થઈ હતી. જોકે તેણે કન્ફર્મ કર્યું કે તે હવે સંપૂર્ણ રીતે ફિટ છે

જોશ હેઝલવુડ

IPL 2025ના પ્લેઑફ્સ રાઉન્ડ પહેલાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ને મોટી રાહત મળી છે. વર્તમાન સીઝનનો તેમનો હાઇએસ્ટ વિકેટ-ટેકર બોલર જોશ હેઝલવુડ ફરી ટીમ સાથે જોડાયો છે. ૩૪ વર્ષનો આ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ભારત-પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષને કારણે સ્વદેશ જતો રહ્યો હતો.

IPL એક અઠવાડિયા માટે સ્થગિત થઈ એ પહેલાં તેને ખભામાં નાની ઇન્જરી પણ થઈ હતી. જોકે તેણે કન્ફર્મ કર્યું કે તે હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને મેદાન પર ઊતરવા માટે આતુર છે. કાંગારૂ ટીમના આ ફાસ્ટ બોલરે આ સીઝનમાં ૧૦ મૅચમાં ૮.૪૪ની ઇકૉનૉમી રેટથી ૩૧૧ રન આપીને ૧૮ વિકેટ ઝડપી છે. બૅન્ગલોરે મેગા ઑક્શનમાં તેને ૧૨.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

indian premier league IPL 2025 royal challengers bangalore cricket news sports news sports