ગુજરાતે મારી જીતની હૅટ-ટ્રિક, હૈદરાબાદે લગાવ્યો હારનો ચોગ્ગો

08 April, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદે આપેલા ૧૫૩ રનના ટાર્ગેટને ગુજરાતે ૧૬.૪ ઓવરમાં ચેઝ કરીને સાત વિકેટે જીત મેળવી- હોમ ટાઉનમાં બેસ્ટ બોલિંગ-પ્રદર્શન કરીને મોહમ્મદ સિરાજે IPLમાં વિકેટની સદી કરી

મોહમ્મદ સિરાજે ૪ વિકેટ લીધી હતી.

IPL 2025ની ૧૯મી મૅચમાં ગુજરાત ટાઇટન્સે સાત વિકેટે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવી હતી. હૈદરાબાદ આઠ વિકેટ ગુમાવીને માંડમાંડ ૧૫૨ રન કરી શક્યું હતું. ગુજરાતે ૧૬.૪ ઓવરમાં ૧૫૩ રનનો ટાર્ગેટ ત્રણ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. સળંગ ત્રીજી જીત સાથે ગુજરાત પૉઇન્ટ્સ ટેબલમાં ત્રીજાથી બીજા ક્રમે પહોંચી ગયું છે, જ્યારે હારનો ચોગ્ગા સાથે હૈદરાબાદ તળિયાના સ્થાને યથાવત્ રહ્યું હતું. 

ટૉસ હારીને પહેલા બૅટિંગ માટે ઊતરનાર હૈદરાબાદે ૭.૨ ઓવરમાં ૫૦ રનના સ્કોર પર પોતાના ત્રણેય ટૉપ ઑર્ડર બૅટરની વિકેટ ગુમાવી દીધી હતી. ચોથી વિકેટ માટે નીતીશ કુમાર રેડ્ડી (૩૪ બૉલમાં ૩૧ રન) અને હેન્રિક ક્લાસેન (૧૯ બૉલમાં ૨૭ રન) વચ્ચે ૫૦ રનની પાર્ટનરશિપ થઈ ત્યારે ૧૩.૫ ઓવર સુધીમાં ટીમનો સ્કોર ૧૦૦ રન થયો હતો. કૅપ્ટન પૅટ કમિન્સે ૨૪૪.૪૪ના 
સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરતાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી નવ બૉલમાં બાવીસ રનની અણનમ ઇનિંગ્સ સાથે બે મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરીને સ્કોર ૧૫૦ને પાર પહોંચાડ્યો હતો. તેણે સાતમી વિકેટ માટે અનિકેત વર્મા (૧૪ બૉલમાં ૧૮ રન) સાથે ૧૫ રન અને નવમી વિકેટ માટે પૂંછડિયા બૅટર મોહમ્મદ શમી (બે બૉલમાં છ રન અણનમ) સાથે ૧૭ રનની ભાગીદારી હતી. 
ગુજરાત માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે (૧૭ રનમાં ચાર વિકેટ) પોતાના હોમ ટાઉન હૈદરાબાદમાં પહેલી IPL ફ્રૅન્ચાઇઝી સામે આ ટુર્નામેન્ટમાં તેનું બેસ્ટ બોલિંગ-પ્રદર્શન નોંધાવ્યું હતું. સતત બીજી મૅચમાં શાનદાર પ્રદર્શન કરીને તેણે IPLની ૧૦૦ વિકેટ પણ પૂરી કરી હતી. તેના સિવાય સ્પિનર સાઈ કિશોર અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને ૨-૨ સફળતા મળી હતી.

૩.૫ ઓવરમાં ૧૬ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમવવા છતાં ગુજરાતે મૅચમાં શાનદાર વાપસી કરી હતી. કૅપ્ટન શુભમન ગિલ (૪૩ બૉલમાં ૬૧ રન અણનમ) અને ગુજરાત માટે પહેલી મૅચ રમી રહેલા ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરે (૨૯ બૉલમાં ૪૯ રન) ત્રીજી વિકેટ માટે ૯૦ રનની પાર્ટનરશિપ કરીને ગુજરાતની જીત સુનિશ્ચિત કરી દીધી હતી. બૅટિંગ ઑલરાઉન્ડર શેરફેન રૂધરફોર્ડે (૧૬ બૉલમાં ૩૫ રન અણનમ) અંતિમ ઓવર્સમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી મૅચને શાનદાર અંદાજમાં ફિનિશ કરી હતી. હૈદરાબાદ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (૨૮ રનમાં બે વિકેટ) અને પૅટ કમિન્સ (૨૬ રનમાં એક વિકેટ) જ વિકેટ લઈ શક્યા હતા.

IPLમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નેટ રન-રેટ

પૉઇન્ટ

દિલ્હી

+૧.૨૫૭

ગુજરાત

૩ 

+૧.૦૩૧

બૅન્ગલોર

+૧.૧૪૯

પંજાબ

+૦.૦૭૪

કલકત્તા

+૦.૦૭૦

લખનઉ

+૦.૦૪૮

રાજસ્થાન

-૦.૧૮૫

મુંબઈ

+૦.૧૦૮

ચેન્નઈ

-૦.૮૯૧

હૈદરાબાદ

૪ 

-૧.૬૨૯

 

indian premier league gujarat titans sunrisers hyderabad sports news sports cricket news mohammed siraj