04 June, 2025 07:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ફિલ સૉલ્ટ (તસવીર સૌજન્ય: X)
અમદાવાદના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પંજાબ કિંગ્સ (PBKS) સામે IPL 2025 ની જબરદસ્ત ફાઇનલ મૅચના થોડા કલાકો પહેલા, રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ (RCB) ને મોટો ફટકો પડે તેવી શક્યતા છે. કારણ કે આરસીબીનો સ્ટાર ઇંગ્લિશ ઓપનર બૅટર ફિલ સૉલ્ટ આજની મૅચમાં ન રમે તેવી શક્યતા છે. જેથી શું આ કારણને લીધે આરસીબીને ફાઇનલમાં મોટું નુકસાન થશે? તે જાણવા જેવી બાબત છે.
અહેવાલ મજબ, RCBની ટીમ જ્યારે ફાઇનલની પૂર્વસંધ્યાએ ટ્રેનિંગ કરતી હતી તે દરમિયાન સૉલ્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર નહોતો, પરંતુ તે અસામાન્ય નથી. ઘણા ખેલાડીઓ વધુ એક નેટ રાખવાને બદલે જાતે પ્રેક્ટિસ કરવાનું પસંદ કરે છે. જો સૉલ્ટ અમદાવાદમાં ન હોય અને પોતાના પરિવાર સાથે રહેવા માટે ઘરે ગયો છે. આ વાત RCB મૅચના દિવસ સુધી જણાવશે નથી કારણ કે સૉલ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. જોકે કેટલાક ખેલાડીઓ માટે પોતાની તૈયારી માટે છેલ્લું નેટ સત્ર છોડી દેવું અસામાન્ય નથી, સૉલ્ટની ગેરહાજરીએ એવી અફવાઓ ફેલાવી છે કે તે તેના પરિવાર સાથે ઘરે પાછો આવી શકે છે. જોકે, RCB મૅચના દિવસ સુધી તેની સ્થિતિ ગુપ્ત રાખે તેવી શક્યતા છે, કારણ કે તે તેમની સફળતામાં કેટલો મહત્ત્વપૂર્ણ રહ્યો છે. સૉલ્ટ હવે પાછો આવી ગયા હોવાના પણ અહેવાલ છે. તે રાત્રે ત્રણ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
ફિલ સૉલ્ટ આ સિઝનમાં RCBના શાનદાર પ્રદર્શન કરનારાઓમાંના એક રહ્યા છે, તેણે 12 મૅચમાં 175.90 ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટ અને 35 થી વધુના એવરેજથી 387 રન બનાવ્યા છે. તેની વિસ્ફોટક બૅટિંગની RCBને આજે ખૂબ જ જરૂર પડી શકે છે. સૉલ્ટ ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં તેની લાઇનઅપનો મહત્ત્વપૂર્ણ ભાગ બન્યો છે.
ફિલ સૉલ્ટનું સ્થાન કોણ લેશે?
સૉલ્ટની ઉપલબ્ધતા હવે અનિશ્ચિત છે અને જૅકબ બૅથેલ પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ફરજ પર છે, તેથી RCBને તેમના ઓપનિંગ કૉમ્બિનેશનમાં મુશ્કેલ નિર્ણયનો સામનો કરવો પડી શકે છે. જો સૉલ્ટ ચૂકી જાય છે, તો ટીમને ટિમ સીફર્ટ પર આધાર રાખવો પડી શકે છે, જેને બેકઅપ તરીકે લાવવામાં આવ્યો હતો, અથવા અનુભવી ભારતીય બૅટ્સમેન મયંક અગ્રવાલને હાઇ-સ્ટેક IPL ફાઇનલમાં અંતર ભરવા માટે બોલાવવો પડી શકે છે.
RCB તેમની ચોથી IPL ફાઇનલમાં રમશે, આ પંજાબ કિંગ્સ માટે મોટી વાપસી છે, જે 2014 પછી પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ કરી રહી છે. પંજાબ કિંગ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર ઇતિહાસનો પીછો કરી રહ્યો છે. જો તે આજે રાત્રે જીતે છે, તો તેની પાસે બે અલગ અલગ ટીમો સાથે IPL ટાઇટલ જીતનાર પ્રથમ કૅપ્ટન બનીને ઇતિહાસ લખવાની તક છે. તેણે અગાઉ ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે જીત મેળવી હતી.