02 June, 2025 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્લેયર ઑફ ધ મૅચ કોણ બનશે? વૉર્નર કહે છે કે જોશ હેઝલવુડ, વૉટ્સન કહે છે કે વિરાટ કોહલી.
ત્રીજી જૂને IPL 2025ની રોમાંચક સીઝનની ફાઇનલ મૅચ કોણ જીતશે એને લઈને ક્રિકેટજગતમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. IPLમાં વિદેશી પ્લેયર તરીકે ૧૮૪ મૅચમાં સૌથી વધુ ૬૫૬૫ રન ફટકારનાર ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરે સોશ્યલ મીડિયા પર એક ફૅનની ટ્વીટનો જવાબ આપતાં ભવિષ્યવાણી કરી છે કે આ વખતે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) ચૅમ્પિયન બનશે અને ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ પ્લેયર ઑફ ધ મૅચ બનશે. વૉર્નર દિલ્હી અને હૈદરાબાદની ટીમ માટે IPL રમી ચૂક્યો છે.
ચેન્નઈ અને રાજસ્થાન સહિત બૅન્ગલોર માટે IPL રમનાર ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર શેન વૉટ્સને પણ એક ઇન્ટરવ્યુમાં RCB ફાઇનલ જીતશે એવી ભવિષ્યવાણી કરી છે અને તે માને છે કે સ્ટાર બૅટર વિરાટ કોહલી ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ બનશે. આ સીઝનમાં બૅન્ગલોર માટે વિરાટ કોહલી હાઇએસ્ટ રન-સ્કોરર (૬૧૪ રન) છે, જ્યારે જોશ હેઝલવુડ આ ટીમ માટે હાઇએસ્ટ વિકેટટેકર (૨૧ વિકેટ) બોલર રહ્યો છે.