12 March, 2025 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષર પટેલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે ૧૦માંથી ૯ ફ્રૅન્ચાઇઝી પોતાના કૅપ્ટન નક્કી કરી ચૂકી છે, પણ રિષભ પંતને રિલીઝ કરનાર દિલ્હી કૅપિટલ્સની ટીમ માટે કૅપ્ટનનું પદ માથાનો દુખાવો બન્યું છે. ભારતીય વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલ અને ઑલરાઉન્ડર અક્ષર પટેલ કૅપ્ટન્સીની રેસમાં સૌથી આગળ છે.
જોકે કેટલાક અહેવાલ અનુસાર પહેલા બાળકના જન્મની સંભાવનાને કારણે કે. એલ. રાહુલ ટુર્નામેન્ટની કેટલીક મૅચમાં ગેરહાજર રહી શકે છે અને સાથે જ તેણે કૅપ્ટન્સી માટેની તૈયારી બતાવી નથી. એવામાં ભારતનો T20 વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલ દિલ્હીની કમાન સંભાળી શકે છે. રાહુલની સરખામણીમાં અક્ષર પટેલ પાસે કૅપ્ટન્સીનો અનુભવ નહીંવત્ છે.