05 June, 2025 06:59 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ક્રિસ ગેઇલ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઇનલ જોવા હજારો ક્રિકેટ ફૅન્સ અને કેટલાક લોકપ્રિય ચહેરા પણ હાજર રહ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની જર્સી અને પંજાબની પરંપરાગત પાઘડી પહેરીને મૅચનો આનંદ માણવા પહોંચ્યો હતો. તે સાત સીઝન બૅન્ગલોર અને ચાર સીઝન પંજાબ કિંગ્સ માટે IPL રમી ચૂક્યો છે એટલે અનોખી રીતે તે પોતાની બન્ને ટીમને સપોર્ટ કરી રહ્યો હતો.
બૅન્ગલોરના ભૂતપૂર્વ પ્લેયર એ.બી. ડિવિલિયર્સે પણ મૅચ પહેલાં વિરાટ કોહલીને મળ્યા બાદ કૉમેન્ટેટરની ભૂમિકા ભજવી હતી. પંજાબની ઓનર પ્રીતિ ઝિન્ટા, કોહલીની પત્ની અનુષ્કા શર્મા, ICC ચૅરમૅન જય શાહ, બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન રિશી સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ સહિત BCCIના અધિકારીઓ પણ સ્ટેડિયમના VIP સ્ટૅન્ડમાં જોવા મળ્યાં હતાં. આમિર ખાને અન્ય કૉમેન્ટેટર્સ સાથે સ્ટુડિયોમાં બેસીને કૉમેન્ટરી અને મૅચનો આનંદ માણ્યો હતો.