21 June, 2025 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી, રજત પાટીલદાર
IPL 2025ના બ્રૉડ્કાસ્ટર્સે રેકૉર્ડબ્રેક સીઝનના શાનદાર આંકડા શૅર કર્યા છે. ડિજિટલ પ્લૅટફૉર્મે જિયોહૉટસ્ટારના ૩૮૪ બિલ્યન મિનિટ અને સ્ટાર સ્પોર્ટ્સે ૪૫૬ બિલ્યન મિનિટ એમ કુલ ૮૪૦ અબજ મિનિટના વૉચ-ટાઇમ સાથે અત્યાર સુધીની સીઝનનો સૌથી વધુ દર્શકોનો રેકૉર્ડ બનાવ્યો છે. ૧૮મી સીઝનમાં અત્યાર સુધીના સૌથી વધુ ટીવી-રેટિંગ્સ સાથે ડિજિટલ વ્યુઅરશિપમાં પણ ૨૯ ટકા વૃદ્ધિ જોવા મળી છે.
IPL 2025ની ફાઇનલમાં જિયોસ્ટારના પ્લૅટફૉર્મ્સ (સ્ટાર સ્પોર્ટ્સ અને જિયોહૉટસ્ટાર) પર અભૂતપૂર્વ ૩૧.૭ બિલ્યન મિનિટ વૉચ-ટાઇમ મેળવ્યો, જેને કારણે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચેની એ મૅચ T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલી મૅચ બની હતી. ૧૭૦થી વધુ નિષ્ણાતો અને ૧૨થી વધુ ભાષાઓમાં અપાતી કૉમેન્ટરીને કારણે ટીવી અને ડિજિટલ પર ક્રિકેટ-ફૅન્સના મનોરંજનમાં વધારો થયો હતો.