આજે KGF v/s RRR

29 March, 2024 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ હાર્યું વધુ છે

ipl 2024

આજની મૅચ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ  v/s કોલકાતા નાઇટ રાઇડર્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, બેન્ગલુરુ
આવતી કાલની મૅચ : લખનઉ સુપર જાયન્ટ્સ  v/s પંજાબ કિંગ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, લખનઉ

આજે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી મેદાન પર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે જંગ જામશે. KGF એટલે કે વિરાટ કોહલી, ગ્લેન મૅક્સવેલ અને ફાફ ડુ પ્લેસીની RCB અને RRR એટલે કે રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ અને નીતીશ રાણાની KKR જીતની લય જાળવી રાખવા ટકરાશે. RCBએ પ્રથમ મૅચમાં ચેન્નઈ સામે ૬ વિકેટથી હારનો સામનો કર્યા બાદ પંજાબ કિંગ્સ સામે બીજી મૅચમાં ચાર વિકેટથી જીત મેળવી હતી, જ્યારે શ્રેયસ ઐયરના નેતૃત્વવાળી કલકત્તાએ પ્રથમ મૅચમાં હૈદરાબાદ સામે ૪ રનની રોમાંચક જીત મેળવી હતી. T20 ક્રિકેટમાં ૧૦૦ ફિફ્ટી ફટકારનાર વિરાટ કોહલી આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૨૪૦મી મૅચ રમશે. તે એમ. એસ. ધોની (૨૫૨), રોહિત શર્મા (૨૪૫) અને દિનેશ કાર્તિક (૨૪૪) બાદ સૌથી વધારે IPL મૅચ રમનાર ચોથો ખેલાડી બનશે. કાર્તિક આજે ૨૪૫મી IPL મૅચ રમી રોહિત શર્માની બરાબરી કરશે. ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ વધુ બે વિકેટ લઈને IPLમાં ૧૦૦ વિકેટ લેનાર ૨૪મો ખેલાડી બની શકે છે. 

હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૩૨

બૅન્ગલોરની જીત

૧૪

કલકત્તાની જીત

૧૮

 

IPL 2024 royal challengers bangalore kolkata knight riders sports news sports cricket news