IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કની ભારતમાં એન્ટ્રી, KKRની પોસ્ટ

18 March, 2024 05:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આઈપીએલ 2024ની શરૂઆત થવાને હવે માત્ર 5 જ દિવસનો સમય બાકી છે, એવામાં વિદેશી ખેલાડીઓના ભારત આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડીની પણ ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે.

KKRએ પોસ્ટ કરેલી મિશેલ સ્ટાર્કની તસવીર

આઈપીએલ 2024ની શરૂઆત થવાને હવે માત્ર 5 જ દિવસનો સમય બાકી છે, એવામાં વિદેશી ખેલાડીઓના ભારત આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડીની પણ ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ ખેલાડી અન્ય કોઈ નહીં પણ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્ક છે. સ્ટાર્કને આઈપીએલ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સે નીલામીમાં 24.75 કરોડ રૂપિયાની મોટી રકમ ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. સ્ટાર્કના ભારત પહોંચવાની માહિતી KKRએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા માહિતી આપી.

IPL 2024 કોલકાતા નાઈટ રાઈડર્સે સ્ટાર્કની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતા લખ્યું `ઈટ્સ અ સ્ટાર્કી નાઈટ`

જણાવવાનું કે, મિશેલ સ્ટાર્ક આઈપીએલમાં 8 વર્ષ પછી કમબૅક કરી રહ્યા છે. તેમણે આ રંગારંગ લીગની ફક્ત બે જ સીઝનમાં ભાગ લીધો છે. 2014 અને 2015માં તે આરસીબી તરફથી રમી રહ્યો હતો. તેણે અત્યાર સુધી આઈપીએલમાં રમેલી 27 મેચમાં 20.38ની સરેરાશ 34 વિકેટ લીધા છે. તેમનો ઇકૉનોમી રેટ આ દરમિયાન 7.17નો રહ્યો છે.

મિશેલ સ્ટાર્કની સેલરી બ્રેકડાઉન વિશે વાત કરીએ તો, જો KKR IPL 2024માં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે, તો તેણે કુલ વધુમાં વધુ 17 મેચ રમવી પડી શકે છે. આવી સ્થિતિમાં સ્ટાર્કને દરેક મેચ માટે 1.46 કરોડ રૂપિયા મળશે. (IPL 2024)

નિષ્ણાત બોલર હોવાના કારણે અમે અપેક્ષા રાખી શકીએ છીએ કે તેને દરેક મેચમાં વધુમાં વધુ 4 ઓવર ફેંકવાની તક મળશે. જેનો અર્થ છે કે તેને એક ઓવર માટે 36 લાખ રૂપિયા અને દરેક બોલ માટે 1.5 લાખ રૂપિયાથી વધુ ચૂકવવામાં આવશે.

KKR IPL 2024 સ્ક્વોડ-
નીતિશ રાણા, રિંકુ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ, શ્રેયસ ઐયર (કેપ્ટન), ફિલ સોલ્ટ, સુનિલ નારાયણ, સુયશ શર્મા, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, કેએસ ભરત, ચેતન સાકરિયા, મિશેલ સ્ટાર્ક , અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ, શેરફેન રધરફોર્ડ, મનીષ પાંડે, મુજીબ ઉર રહેમાન, દુષ્મંથા ચમીરા, સાકિબ હુસૈન.

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર ઇયાન હીલીની ભત્રીજી અલીઝા હીલી ભારત સામેની એકમાત્ર ટેસ્ટ રમવા મુંબઈ આવી છે. તે ટીમની કૅપ્ટન અને વિકેટકીપર છે. મંગળવારે મુંબઈમાં જિમ્નેશ્યમમાં હતી એ દરમ્યાન તેણે લાઇવ ટેલિકાસ્ટમાં પતિ મિચલ સ્ટાર્કના નામે એક પછી એક મોટી બોલી લાગતી જોઈ હતી. ખાસ કરીને મુંબઈ, દિલ્હી, ગુજરાત અને બૅન્ગલોરની ટીમના પ્રતિનિધિઓ સાથેની હરીફાઈમાં કેકેઆરને ગૌતમ ગંભીર ઍન્ડ ટીમે સ્ટાર્ક અપાવ્યો હતો. કલકત્તાએ તેને ૨૪.૭૫ કરોડ રૂપિયાના ભાવે ડન કર્યો ત્યાં જ અલીઝા હીલીએ પતિ સ્ટાર્કને ફોન કર્યો હતો. ખુદ સ્ટાર્કે ગઈ કાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અલીઝા મુંબઈમાં છે અને ત્યાં (દુબઈની ઇવેન્ટનું) લાઇવ કવરેજ અહીં ઑસ્ટ્રેલિયા કરતાં થોડું વહેલું આવતું હતું એટલે હું અલીઝા પાસેથી અપડેટ લેતો રહેતો હતો. અલીઝાએ ૨૪.૭૫ કરોડ રૂપિયાનો આંકડો મારા કરતાં થોડો વહેલો જોયો એટલે તેણે મને ન્યુઝ બ્રેક કર્યા.’

સ્ટાર્ક અત્યારે પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ-સિરીઝ માટેની ઑસ્ટ્રેલિયન ટીમમાં છે. સ્ટાર્કે પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી હતી અને ઑસ્ટ્રેલિયાએ એ ટેસ્ટ ૩૬૦ રનથી જીતી લીધી હતી. બીજી ટેસ્ટ બૉક્સિંગ ડેએ (૨૬ ડિસેમ્બરે) શરૂ થશે.

IPL 2024 cricket news sports news sports kolkata knight riders