આઇપીએલની ટીમોએ શૅરબજારની સરખામણીમાં આપ્યું શાનદાર રિટર્ન

28 May, 2023 08:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનની ટીમ ૨૯ ગણા નફા સાથે સૌથી આગળ છે

પ્રતીકાત્મક તસવીર

આઇપીએલની ટીમોએ શૅરબજારની સરખામણીમાં શાનદાર રિટર્ન આપ્યું છે, જેમાં રાજસ્થાનની ટીમ ૨૯ ગણા નફા સાથે સૌથી આગળ છે. ટ્રીલાઇફની સ્ટડી મુજબ આઇપીએલની ટીમમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ કરનારને સેન્સેક્સ અને બ્લુ ચિપ્સની સરખામણીમાં ઘણું સારું વળતર મળ્યું છે.

રાજસ્થાન રૉયલ્સ ૨૯ ગણા રિટર્ન સાથે લિસ્ટમાં ટૉપ પર છે, જેમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ ૨૯.૦૭ લાખ રૂપિયા થઈ ગયું છે. ત્યાર બાદ કલકત્તાનું ૨૮ ગણું, ચેન્નઈનું ૨૪ ગણું અને મુંબઈનું ૨૨ ગણું થઈ ગયું છે.

આ સમયગાળામાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં રિલાયન્સ અને વિપ્રો ઇન્ડસ્ટ્રીઝે ત્રણ ગણું વળતર આપ્યું હતું. ઇન્ફોસિસે છ ગણું અને હિન્દુસ્તાન લિવરે ૧૩ ગણું વળતર આપ્યું હતું. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૧.૬ ગણું અને તાતા સ્ટીલે ૦.૭ ગણું વળતર આપ્યું હતું. કિંમતની દૃષ્ટિએ જોઈએ તો મુંબઈની ટીમની ​કિંમત સૌથી વધુ ૧૦,૬૭૩ કરોડ રૂપિયા, ત્યાર બાદ ચેન્નઈની ૯૪૪૨ કરોડ રૂપિયા, કલકત્તા ૯૦૩૧ કરોડ રૂપિયા, બૅન્ગલોર ૮૪૧૨ કરોડ રૂપિયા, દિલ્હી ૮૪૭૯ કરોડ રૂપિયા, રાજસ્થાન ૮૨૧૦ કરોડ રૂપિયા, હૈદરાબાદ ૭૯૬૪ કરોડ રૂપિયા અને પંજાબની ૭૫૯૪ કરોડ રૂપિયા છે. બે નવી ટીમોની વાત કરીએ તો લખનઉની કિંમત ૮૮૨૫ કરોડ રૂપિયા અને ગુજરાતની કિંમત ૬૯૭૯ કરોડ રૂપિયા છે. 

sports sports news cricket news indian premier league ipl 2023 chennai super kings gujarat titans mumbai indians lucknow super giants rajasthan royals royal challengers bangalore delhi capitals punjab kings kolkata knight riders sunrisers hyderabad