17 May, 2023 11:31 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
માર્કસ સ્ટૉઇનિસ
લખનઉમાં ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સે બૅટિંગ આપ્યા પછી લખનઉ સુપર જાયન્ટ્સે શરૂઆત ખરાબ કરી હતી, પરંતુ માર્કસ સ્ટૉઇનિસ (૮૯ અણનમ, ૪૭ બૉલ, આઠ સિક્સર, ચાર ફોર)ની કરીઅર-બેસ્ટ ઇનિંગ્સની મદદથી લખનઉની ટીમે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૭૭ રન બનાવ્યા હતા. કૅપ્ટન કૃણાલ પંડ્યા રિટાયર હર્ટ થયો એ પહેલાં તેણે ૪૨ બૉલમાં ૪૯ રન બનાવ્યા હતા અને સ્ટૉઇનિસ સાથે ત્રીજી વિકેટ માટે તેની ૮૨ રનની ભાગીદારી થઈ હતી. ૧૩ મેએ હૈદરાબાદ સામે અણનમ ૬૪ રન બનાવનાર પ્રેરક માંકડ ગઈ કાલે બેહરનડૉર્ફ સામે પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. બેહરનડૉર્ફે બે તેમ જ પીયૂષ ચાવલાએ એક વિકેટ લીધી હતી. એ પહેલાં, લખનઉએ માત્ર ૧૨ રનમાં બે વિકેટ અને ૩૫મા રને ત્રીજી વિકેટ ગુમાવી હતી.